આ 7 આસાન ઉપાય અપનાવશો તો તમારું વજન ઝડપથી ઊતરવા લાગશે…..

zrukho

આજના સમયમાં દરેક વ્યક્તિ વધારે વજન અને સાથે-સાથે પેટ વધવાની બાબતથી ખૂબ જ પરેશાન છે. એમાંથી દરેક વ્યક્તિ છૂટવા માગતો હોય છે. પરંતુ હવે ગભરાવાની જરૂર નથી. તેમાંથી છુટકારો મેળવવા માટે તમારે ફક્ત આ ૭ આસાન ઉપાય ને અમલમાં મૂકવાના છે. જેને અમલમાં મૂકવાથી તમારું વજન ખૂબ જ ઝડપથી ઘટવા લાગશે.

દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરવી….. તમારે તમારા દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરવી જોઈએ કારણ કે પેટ પર જમા થયેલી ચરબી આ ઉપાય કરવાથી ઓગળવા લાગશે. થોડા હુફાળા ગરમ પાણીમાં લીંબુ ના રસ ની સાથે થોડું સેંધા નમક મેળવી ને દરરોજ સવારે આનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ સારું થશે અને એના કારણે તમારું વજન ઘટાડવામાં મદદ મળશે.

ગળ્યું ખાવાથી અંતર રાખવું….. જો તમે તમારી ચરબી ઓછી કરવા માગતા હોવ તો તમારે મીઠાઈ થી દૂર રહેવું જોઈએ, એટલે કે ગળ્યા પદાર્થો ખાવાનું બંધ કરવું જોઈએ. ગળ્યા પદાર્થો ખાવાથી શરીર માં વધારાની ચરબી જમા થાય છે. આ વધારાની ચરબી પેટ અને સાથળ જેવા  ભાગો માં જમા થતી હોય છે, જેના કારણે આપણે વધુ સ્થૂળતા અને વધુ વજનનો શિકાર બનીએ છીએ.

દિવસમાં ખૂબ પાણી પીવું….. પેટ ની ચરબી ઘટાડવા માટે દિવસમાં વધુ પાણી પીવું જોઈએ. આ ખૂબ જ અસરકારક ઉપાય છે નિયમિત અંતરે પાણી પીતા રહેવાથી તમારું પેટ વ્યવસ્થિત રહે છે અને ચરબી પણ ઓછી થાય છે. એની સાથે સાથે શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે.

સવારે કાચું લસણ ખાવું….. રોજ લસણની બે ત્રણ કળીઓ કાચી ચાવી જવી જોઈએ અને ઉપરથી લીંબુ પાણી પીવાથી ખૂબ જ ફાયદો થશે. આ કરવાથી તમારી વજન ઘટાડવાની પ્રક્રિયા બમણી ગતિ થી કામ કરશે. સાથે તમારા શરીરમાં લોહીનો પ્રવાહ પણ વ્યવસ્થિત રીતે જળવાશે.

માંસાહાર થી દૂર રહેવું….. માંસાહારી ભોજન માં વસા વધુ માત્રામાં હોય છે અને એ તમારા શરીરમાં જમા થઈ જાય છે. જેના કારણે તમને તંદુરસ્તી અને સ્વસ્થ સંબંધિત સમસ્યાઓ નો ઉમેરો થાય છે. જો તમે ખરેખર વજન ઓછું કરવા માંગતા હોવ તો તમે માસાહાર છોડીને સહકારી ભોજન અપનાવશો એ વધુ ફાયદામાં રહેશે.

લીલી શાકભાજી ખૂબ ખાવી….. તમારે તમારા ભોજનમાં ફળ અને લીલી શાકભાજી ને સામેલ કરવા જોઈએ. સવાર-સાંજ એક બાઉલ ફળ અને લીલી શાકભાજી ખાવાથી તમને શરીરને ખૂબ જ ફાયદો થશે. એના કારણે તમારું પેટ પણ ભરાયેલું લાગશે અને શરીરને જરૂરી મિનરલ્સ અને વિટામીન મળી રહેશે.

કેનબરી નો જ્યુસ પીવો…… કેનબરી ના જ્યુસ મા ઓર્ગેનિક એસિડ વધુ માત્રામાં હોય છે. જે આપણી પાચન ક્રિયાને સુધારવામાં ખૂબ જ ભાગ ભજવે છે. આ ઓર્ગેનિક એસીડ આપણા શરીરમાં જમા થયેલી વધુ ચરબીને દૂર કરવાનું કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here