૧૦૦ રૂપિયાનાં નવા સિક્કા થી તમે કરિયાણું કે બીજો સમાન કેમ નહિ ખરીદી શકો…?

zrukho

પીએમ  નરેન્દ્ર મોદી એ સોમવારે ૧૦૦ રૂપિયા નો નવો સિક્કો બહાર પાડ્યોછે. આ સિક્કો પૂર્વ પ્રધાન મંત્રી શ્રી અટલ બિહારી વાજપાઇજી ના જન્મદિવસ ની પેહલા એમની યાદ માં બહાર પાડ્યો છે. આ એક સ્મારક સિક્કો છે, જેના પર શ્રી અટલ બિહારી વાજપાઇજી નો ફોટો અને નામ છાપવામાં આવ્યું છે.

source google

દેખાવમાં આ સિક્કો ૧, ૨, ૫ અને ૧૦ ના સિક્કા જેવોજ છે પણ આ સિક્કા નું મુલ્ય ચલણ માં રહેલા અન્ય સિક્કા કરતા  વધુ છે, પણ જો તમે એમ વિચારી રહ્યા છો કે પ્રધાન મંત્રી એ બહાર પાડેલા સિક્કા થી તમે શાક, દૂધ, બસ ની ટીકીટ અથવા કોઈ પણ જીવન જરુરીયન ની વસ્તુ ખરીદી શકશો તો  મિત્રો તને અહી ખોટા છો. સોશિયલ મીડિયા પર  આ સિક્કા ને લઈને  અલગ અલગ વાતો  વાયરલ થઇ રહી છે. અને એમાંથી ઘણી ખોટી પણ છે.તો ચાલો અમે તમને જણાવી દઈએ કે સત્ય  શું છે.

source google

૧૦૦ રૂપિયા નો સિક્કો અને પ્રીમીયમ ભાવ લગભગ સાડા ત્રણ હજાર….. પીએમ નરેન્દ્ર મોદી એ સોમવારે શ્રી અટલ બિહારી વાજપાઇજી ના ૯૪ માં જન્મદિન નિમિત્તે એના એક દિવસ પેહલા શ્રી અટલ બિહારી વાજપાઇજી ના નામથી એક સિક્કો બહાર પાડ્યો છે. આ પ્રકાર નાં સ્મારક સિક્કા બજાર માં લે-વેંચ માટે બહાર પાડવામાં નથી આવતાં. આ કોઈ હસ્તી નું સન્માન કરવા માટે એમની યાદમાં બહાર પાડવામાં આવે છે, એથીજ આવા સિક્કા ની કીમત એમના મુલ્ય કરતા વધુ હોય છે. શ્રી અટલ બિહારી વાજપાઇજી ના નામ થી બહાર પાડવામાં આવેલ આ સિક્કા ની પ્રીમીયમ કીમત આશરે સાડા ત્રણ હજાર રૂપિયા રાખવામાં આવી છે.

source google

૧૦૦ રૂપિયા નાં સિક્કા પર અટલ બિહારી વાજપાઇજીનું નામ હિન્દી અને અંગ્રેજીમાં લખેલું છે. અટલ બિહારી વાજપાઇજીના ફોટો નીચે એમનું જન્મ અને મૃત્યુ નું વર્ષ લખ્યું છે ૧૯૨૪-૨૦૧૮. ૧૦૦ રૂપિયા નો આ સિક્કો  મુંબઈ ની ટંકશાળ માં બનવા માં આવ્યો છે. તમે આ સીક્કાને સીધો ટંકશાળ માંથી પણ ખરીદી શકશે. સિક્કાની એકબાજુ અટલ બિહારી વાજપાઇજી નો ફોટો અને બીજી તરફ અશોક સ્તંભ  

source google

ચલણ માં રહેલા બીજા સિક્કા કરતા ૧૦૦ નો સિક્કો ભારે છે…. પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપાઇજી નું ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ ૯૩ વર્ષ ની વયે નિધન થઇ ગયું. ૨૦૧૪ માં એમને ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હતા.  અટલ બિહારી વાજપાઇજી  ના નામથી બહાર પડેલા સિક્કા ના ફીચર ની વાત કરીએ તો આ સિક્કો ચાર અલગ અલગ ધાતુ થી બન્યો છે. ૩૫ ગ્રામ ના આ સિક્કા માં ૫૦ટકા ચાંદી, ૪૦ ટકા તાંબુ, ૫ ટકા જસત અને 5 ટકા નીકલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

source google

પીએમ નરેન્દ્ર મોદી એ સંસદ ના એનેકસી ભવાન માં આયોજિત કાર્યક્રમ માં પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી અને બિજેપી અધ્યક્ષ અમિત શાહ ની હાજરી માં આ સમરક સિક્કા ને બહાર પાડ્યો. આ પ્રસંગે એમને કહ્યું કે, ”વિશ્વાસ નથી થતો કે અટલ બિહારી વાજપાઇજી હવે આપણી વચ્ચે નથી રહ્યા.” અટલ બિહારી વાજપાઇજી નો જન્મ ૨૫ ડીસેમ્બર ૧૯૨૪ ના રોજ ગ્વાલિયર માં થયો હતો .

મિત્રો જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો જરૂરથી કમેંટ કરી ને અમને જણાવો અને લાઈક અને શેર જરૂર થી કરજો, તેમજ આવાજ આર્ટીકલ જાણવા અમને ફોલો કરવાનું ના ભૂલતા.

લેખન અને સંપાદન : ઝરુખો ટીમ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here