રોટલી ખાધા પછી ક્યારેય ના કરશો આ ભૂલ નહિતર પસ્તાવાનો દિવસ આવશે…..

zrukho

મનુષ્યના શરીરમાં 75 ટકા હિસ્સો પાણીનો હોય છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિએ ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું જોઇએ જેથી કરીને એ તંદુરસ્ત રહી શકે. પ્રાચીનકાળમાં રાજા-મહારાજાઓ ને અને સામાન્ય પ્રજાને વૈદરાજો તાંબાના વાસણમાં પાણી રાખવાનું અને એમાંથી પીવાનું કહેતા હતા, એની પાછળ પણ તંદુરસ્તીને લગતી બાબત સંકળાયેલી હતી.

આજે પણ તમે દૂરના આંતરિયાળ ગામડાઓમાં જોશો તું તો ઘણા પરિવારોમાં તાંબાના વાસણમાં પાણી ભરવાનો અને એમાંથી પીવાનો રિવાજ છે. ખાસ કરીને આ રિવાજ તમને રાજસ્થાનમાં ગામડાઓમાં જોવા મળશે. પાણી પીવું એ તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે, અને રોગને દૂર રાખવા માટે પાણી પીવું એ એક રામબાણ જેવું છે.

પરંતુ શું તમને ખબર છે કે જમતી વખતે પાણી પીવું એ કેટલું તાન્દુરતી માટે નુકસાનકારક છે?  કારણ કે એની અસર સીધી તમારી પાચન ક્રિયા ઉપર થાય છે. જો તમે જમવાની સાથે ગરમ રોટલી કે બીજી કોઈ ગરમ વસ્તુની સાથે ઠંડા પીણા જેવાકે કોલ્ડ્રિંક્સ જ્યુસ એવું કઈ પણ લેતા હોવ તો એ તમારી પાચન ક્રિયા માટે સારું નથી, કારણકે ખાવાના સમયે આવા ઠંડા પદાર્થો લેવાથી જે કામ પાણી કામ કરે છે એવુજ જ કામ આ ઠંડા પદાર્થો પાણીની જેમ કામ કરશે.

ગરમ ખોરાક અને ગરમ રોટલી ખાધા પછી તરત જ પાણી પીવું એ પાચનક્રિયા  માટે નુકસાનકારક છે. જ્યારે ખોરાક લીધા પછી શરીરમાં પાચન થતું હોય ત્યારે જઠરમાં ગરમી ઉત્પન્ન થતી હોય છે અને એ દરમિયાન બીજા જરૂરી રસાયણો ઉત્પન થતા હોય છે જેના કારણે ખોરાક નું પાચન થાય, અને તે સમયે જો ઠંડા પદાર્થ લેવામાં આવે તો એ પાચનક્રિયાને નબળી કરી દે છે, અને પાચનક્રિયામાં જે રસાયણો બનવા જોઈએ એ બનતા નથી અને એના કારણે પાચનક્રિયા ને નુકશાન થાય છે.

જમ્યા પછી તરત ઠંડુ પાણી નહિ પીવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે કે જે ખોરાક લીધો છે એને પચવા માટે નો સમય પણ આપવો જોઈએ અને એમાં રહેલાં પોષક તત્વો શરીરમાં શોષાય એ જરૂરી છે. જેના માટે જરૂરી સમય આપવો જોઈએ. આમ જમ્યા પછી પોણા બે કલાક સુધી પાણી નહિ પીવું એ સ્વાસ્થ માટે ખૂબ જ મહત્વનું છે. મિત્રો તમને અમારો આ આર્ટીકલ ગમ્યો હોય તો અમને zrukho ને ફોલો કરવાનું ભૂલતા નહિ.

લેખન અને સંપાદન : ઝરુખો ટીમ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here