તેજપ્રતાપ ના એશ્વર્યા થી છૂટાછેડા તો એક માત્ર નાટક છે, એનું અસલી કારણ કોઈ નથી જાણતું…..

zrukho

બિહારની રાજનીતિમાં લાલુયાદવ ના પુત્ર તેજ પ્રતાપ યાદવે હલચલ મચાવી દીધી છે. એમણે પોતાની પત્ની ને છૂટાછેડા આપવા માટે કોર્ટ માં અરજી આપી છે. ત્યારબાદ જ બહુ બબાલ થવાની શરુ થઇ ગઈ છે.અને આ પુરા મામલા માં પોતાને માસુમ સાબિત કરી દેવા વાળા તેજ પ્રતાપ યાદવ અસલ માં રાજનીતિ ના મોટા ખેલાડી નીકળ્યા.

તો ચાલો અમે તમને જણાવી દઈએ કે જાણકારો નું શું કેહવું છે અને આ મામલા માં રાજનીતિ ક્યાં રમાઈ રહી છે. જ્યારે છૂટાછેડા મળવાના જ નહોતા તો તેજ પ્રતાપે આટલું નાટક કેમ કર્યું? તેજ પ્રતાપે છૂટાછેડા ની અરજી કોર્ટ માં દાખલ કરી છે. એમને એમના એક વકીલ દોસ્ત ને કહી ને આ અરજી કોર્ટમાં દાખલ કરવી છે. પરંતુ હિંદુ મેરેજ એક્ટ અનુસાર લગ્ન ના એક વરસ સુધી છૂટાછેડાની સુનવાઈ ના થાય.

source google

તો પછી એમના વકીલ દોસ્તે એમને કીધું કે એક સ્પેશિયલ એક્ટ માં વિશેષ પરિસ્થિતિ માં છ મહિના પછી છૂટાછેડા  થાય છે. પણ તેજ પ્રતાપ અને એશ્વર્યા ના લગ્ન ને પુરા છ મહિના પણ નથી થયા. સમજી વિચારી ને રમવામાં આવેલી એક ચાલ છે, પરિવાર માં બધા એકજ છે. રાજનીતિ ના જાણકારો નું કેહવું છે કે આ મામલો એશ્વર્યા થી છૂટાછેડા લેવાનો નથી પરંતુ આ મામલો રાજનીતિ નો છે.

આ તેજ પ્રતાપ ની સમજી વિચારેલી ચાલેલી એક ચાલ છે. એમનું કેહવું છે કે લોકસભા ની ચૂંટણી માં પોતાના પિતા માટે છપરા થી ટીકીટ લેવા માટે એશ્વર્યા એ ખુબ  દબાણ કર્યું હતું અને આ સીટ પરથી કદાચ એશ્વર્યા ને પણ ચૂંટણી લડવાની આવત. પરંતુ આ બધાની વચે તેજસ્વી  યાદવે પણ એલાન કરી દીધું કે ભાભી એશ્વર્યા આ સીટ પરથી ચૂંટણી નહિ લડે.

ભૂતકાળ માં નજર નાખીએ તો છપરા સીટ પરથી પરિવારનું કોઈ ખાસ સભ્ય જ ચૂંટણી લડે છે. છપરા  સીટ એક એવી સીટ છે જે લાલુ નો ગઢ છે. આ સીટ પર લાલુ ના પરિવાર માંથી જ કોઈ ખાસ વ્યક્તિ ચૂંટણી લડે છે. એશ્વર્યા  ના દબાણ પછી આ સીટ ચંદ્રિકા રાય ના પરિવાર પાસે જતી રહેત જેથી પછી આગળ જતા એમનુજ વર્ચસ્વ થઇ જાત.

આ કારણથીજ  તેજ પ્રતાપ યાદવે આ નાટક રચ્યું જેથી એશ્વર્યા કે એના પરિવાર નું કોઈજ દબાણ એની પર ન આવે. મિત્રો તમને શું  લાગેછે  અસલી કારણ શું છે આ છૂટાછેડા નું, કોમેન્ટ માં અવસ્ય જણાવજો.

લેખન અને સંપાદન : ઝરુખો ટીમ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here