બહેનો તમે બજારમાં મળતા તૈયાર સિંદુરને વાપરતા પહેલા જાણી લેજો આ બાબતો નહીતર જિંદગીભર પસ્તાસો.

zrukho

ઘરમાં સિંદુર જાતે બનાવીને માંગ ભરો અને પતિને દીર્ધાયું બક્ષો. ધાર્મિક શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે એક પરણિત સ્રીના વૈવાહિક જીવનમાં સિંદુર નું ઘણું મહત્વ છે. એ વાત અલગ છે કે આજના મોર્ડન જમાનામાં સિંદૂરનું મહત્વ ઘટતું જાય છે, તેમ છતાં આજના આધુનિક જમાનાની ઘણી મહિલાઓ એવું માને છે કે ફક્ત સિંદૂર લગાવવાથી એ પરણિત છે એનું પ્રમાણપત્ર નથી મળી જતું. તેમ છતાં પણ કેટલીક મહિલાઓ એવું કહે છે કે સિંદૂર વડે માંગ ભરવાથી એમના પતિ સહીસલામત રાખે છે.

આપણી ઘણી ફિલ્મ અભિનેત્રીઓ જેવીકે શિલ્પા શેટ્ટી, કરીના કપૂર ખાન, એશ્વર્યા બચ્ચન રાય, આપણને એમની માંગ માં સિંદુર લગાવીને જાહેરમાં નજર આવે છે. એટલે એવું કહેવું ખોટું નહિ કહેવાય કે જે મહિલાઓ માંગ માં સિંદૂર ભારે છે એમના માટે પતિ સુરક્ષિત રહેવાનું ચિન્હ. સિંદૂર લગાવવાથી સ્રીના ચહેરાની સુંદરતામાં પણ વધારો થાય છે, એટલે જો તમે માંગમાં સિંદૂર ભરવાને મહત્વ આપતા હોવ તો સિંદુર ને ઘરમાં બનાવવાની ટિપ્સ જણાવી જરૂરી છે.

zrukho
source

શાસ્ત્રોમાં એવું કહેવું છે કે ઘરમાં બનાવેલું સિંદૂર પતિની ઉંમર લાંબી કરવામાં સહાયભૂત થાય છે. આજે તમને ઘરે સિંદૂર બનાવવાની રીત બતાવીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે બજારની અંદર મળતા તૈયાર સીન્દુરની અંદર લીડ, ઓક્ષાઇડ, સિન્થેટીક ડાઈ, અને સલ્ફર નો ઉપયોગ થાય છે. તમારે એ વાત જણાવી જરૂરી છે કે સિન્થેટીક ડાઈ ના લીધે તમારા વાળ ઉતારવા લાગશે, અને લીડ અને ઓક્ષાઇડ હોવાના કારણે માથાની ચામડીમાં બળતરા થાય છે, અને સલ્ફર નો ઉપયોગ કેન્સર થવના જોખમમાં વધારો કરે છે. આ સિવાય ગર્ભવતી મહિલાઓ માટે કેમિકલયુક્ત સિંદુર લગાવવું હાનિકારક છે કારણકે એના લીધે નવજાત શિશુને પણ ખતરો થઈ શકે છે.

એટલા માટે હમેશાં સિંદુર ઘરે બનાવવું જોઈએ અને સિંદૂર બનાવવા માટે હંમેશા કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને એને લગાવવાથી કોઈ સાઈડ ઈફેક્ટ ન થાય. ઘરે સિંદુર બનાવવામાં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે સિંદૂર બનાવવામાં હળદરનો ઉપયોગ થાય છે. ઘરે સિંદુર બનાવવા માટે ની સામગ્રી, હળદર, ફટકડી, સુહાગા, લીંબુ નો રસ, તલનું તેલ.

zrukho
source

બનાવવાની રીત….. સૌપ્રથમ ફટકડી નો પાવડર અને સુહાગા ને લીંબુના રસ સાથે મિક્ષ કરવું, ત્યારબાદ એની અંદર હળદરના પાવડરને મિક્સ કરવો અને આ મિશ્રણ ને ત્યાં સુધી સુકાવા દેવું જ્યાં સુધી હળદરનો રંગ લાલ ના થઇ જાય, જયારે મિશ્રણ નો રંગ લાલ થઇ જાય ત્યારબાદ એની અંદર તલનું તેલ મિક્સ કરવાનું, તલનું તેલ મિક્ષ કરતી વખતે એ ધ્યાન રાખવાનું કે આપણે મિશ્રણમાં એટલીજ માત્રામાં તેલ નાખવાનું છે કે મિશ્રણ પાવડરના સ્વરૂપમાં રહે નહિ કે પેસ્ટના સ્વરૂપમાં. હવે તમારું સિંદુર તૈયાર થઇ ગયું એને કોઈ ડબ્બી માં ભરી લો અને તમને ગમે ત્યારે માંગ ભરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here