શું આપ જાણો છો? જગતના નાથ શ્રીહરિના આ ફોટા માં છુપાયેલી છે જીવનસંસાર ના સુખની ચાવી.

zrukho

આપણે હંમેશા એક આ ચિત્ર નિહાળતા અને માણતા આવ્યા છીએ જેમાં શ્રી હરિના ચરણે બેસી તેઓના ચરણ અને દબાવતા વિષ્ણુપત્ની લક્ષ્મીજી જોવા મળે છે. આ ફોટો આપણી આસ્થાનો પ્રતીક તો છે જ.સાથોસાથ જીવનની 1 આદર્શ સલાહ પણ આપે છે.કારણ અહીં શ્રીહરિના ચરણોમાં તેમની અર્ધાંગના તરીકે લક્ષ્મીજી જોવા મળે છે. આ ફોટો આપણે જીવનનો એક મધુર અને મંગલમય આદર્શ પૂરો પાડે છે.

કારણ કે પત્ની પતિના ચરણોમાં છે એટલા માટે નહીં કે એક પત્ની પતિની સેવા કરી રહી છે,અને દબાઈને રહે છે પરંતુ એટલા માટે કે શાસ્ત્ર પ્રમાણે પુરુષના ઘૂંટણથી પેની સુધીના પગમાં શનિદેવનો વાસ હોય છે જ્યારે સ્ત્રી એટલે કે પત્ની સ્વરૂપે તેમની હથેળીઓમાં શુક્રજીનો વાસ માનવામાં આવે છે. એટલે જ તો કહેવાય છે કે ક્યારે પણ પત્નીને વધુ તિરસ્કૃત કે અપમાનિત કરવી નહીં. કારણ એના પત્ની સ્વરૂપમાં શુક્રનો વાસ છે જ્યાં સ્ત્રીને સુખપ્રાપ્તિ અને અસ્તિત્વનું સન્માન જળવાય,પૂજા થાય છે ત્યાં પસદાય સમૃદ્ધિ રહે છે. અને જે પતિ તેની પત્ની પર ગુસ્સો કરે છે, તેનું સન્માન જાળવતો નથી અને ખીજાયા કરે છે, તે શુક્રદેવને અપ્રસન્ન કરે છે.

આથી તે ઘરમાં આર્થિક રીતે, માનસિક રીતે કે સ્વાસ્થ્યની રીતે સમૃદ્ધિ નથી ટકતી અને ઘરમાં કોઈને કોઈ કારણે કોઈપણ તકલીફ રહે છે. આથી જો ઘરમાં સુખ-સમૃદ્ધિની કામના કરતા હો તો સ્ત્રીનું માન-સન્માન જાળવવું જોઈએ. જે ઘરની સ્ત્રી દુખી હશે,ઉદાસ કે અપ્રસન્ન રહેશે ત્યાં શુકરદેવ અપ્રસન્ન થઈને તેમના પ્રભાવ છોડે છે જેથી ત્યાં ક્યારેય પણ સુખ કે શાંતિનો રહેશે નહીં. આ કારણે જ સ્ત્રીને અને પુત્રવધૂને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે.
એટલે જ કહેવાયું છે કે “યત્ર નાર્યેશુ પુજ્યતે રમન્તે તત્ર દેવતા” એટલે કે જ્યાં નારીઓનો પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે. જે આપણા ભારતની પ્રાચીન પરંપરા રહી છે.

આ જ વાતને પ્રભુ દ્રષ્ટાંત રૂપે જગતને દર્શાવે છે.જ્યાં પત્ની દ્વારા પતિના પગ દબાવવામાં આવે છે ત્યાં શનિદેવ અને શુકરદેવ પ્રસન્ન રહે છે અને મધુર એવં શુભ ફળ આપે છે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ માં બરકત આવે છે.
આ વાત આ ફોટો દ્વારા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી સમજાવે છે.તો પ્રભુના આ સાંકેતિક સંદેશની પ્રસાદી સ્વરૂપે સ્વીકાર કરીને દામ્પત્યજીવન અને લગ્નસંસાર સુખી બનાવો.આજ છે પ્રસન્ન દામ્પત્ય અને સુખસમૃદ્ધિની ચાવી. ||નમો નારાયણ||

સાધના પ્રજાપતિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here