સાસુ વહુનો સંબંધ મારી દ્રષ્ટીએ…..

zrukho

આજે વીધી ને હોસ્પિટલ માથી રજ આપવામા આવે છે. પતિ ને સાસુ બનને વિધિન પથારી પાસે બેસી ને એને કયા સમયે શુ જોઈએ એ નકકી કરે છે. વિધી નો પતિ વિરેન કહે મમ્મી તમે દિવસે વિધી નુ ધ્યાન રાખજો, ને હુ સાજે ઓફીસ થી આવીને.

એવુ તો શુ થયુ, વિધી ને કે સાસુ ને પતિ એ સેવા કરવી પડી? વિધીની નંણદ વિધીના સમાચાર પુછવા આવે છે. ત્યારે બનને મા દીકરી વાત કરે છે! વિધીની સાસુ કહે છે બેટા અમારી ભુલ ના કારણે આજે મારી વહુ ની આ હાલત થઈ ગઈ છે. અમારા પુત્રમોહ ના કારણે મારી દીકરી પથારીવશ થઈ ગઈ છે.

દિકરી વિદેશમાં રહેતી હતી, વિરેનના લગન પછી પહેલી વાર પિયર આવી છે. ખુબ સુખી છે દીકરી. મા દિકરી વાતો કરે છે. વિધીની નણદે મમ્મી ને પુછ્યુ મમ્મી ભાભી ની આવી હાલત કેમ થઈ? બેટા વિધી તો ખુબ સારી છે ભુલ મારી છે. એને તો આવી ત્યાર થી આપણા ઘર ને પોતાનુ બનાવી દીધુ હતુ બેટા. મારુ ને તારા ભાઈ ની જીવની જેમ જતન કરતી હતી. કોઈ ટકોર કરવી જ ના પડે. એના માતા પિતાના સંસ્કાર ખુબ ઊજાળયા બેટા!

પણ હુ મા મટી ને સાસુ બની, પહેલા ખોળે દિકરી નો જનમ થયો ને મને ના ગમતું, દીકરી ને સાચવવા કામ નુ મોડુ થતુ ને હુ ખુબ લડતી, પણ એ કોઈ દિવસ મને બોલી નથી સામે. દિકરી 4 વર્ષ ની થઈ ને મને એના મમ્મી એ કહયુ હતુ કે પહેલી સુવાવડ વખતે એની હાલત ખરાબ હતી. શકય હોય તયા સુધી બીજુ બાળક વિશે ના વિચારતા ને વિચારો તો વિધી ને સંપુર્ણ આરામ કરાવજો.

પણ બેટા તુ હોત તો હુ આરામ કરાવત, એને વહુ સમજી. એને તો મને મા સમજી હતી. ભુલ મારી છે ને રોજ મહેણા ટોણા મારી બીજા બાળક માટે ઉશ્કેરી ને આરામ પણ ના કરવા દીધો, ને એને બાળક ખોયુને અધુરા માસે ડીલીવરી ના કારણે બનને પગની નસમાં લોહી પરંતુ બંધ થઈ ગયુ ને મારી વિધી ની આ હાલત થઈ ગઈ. મારી ભુલ છે બેટા એને મને મા સમજી ને મે એને વહુ !!!

હવે હુ ને વિરેન એની સેવા કરી ને સાજી કરીશુ. અમારી ભુલ નો આ જ પરાયશ્રિત છે. જયારે વહુ સાસુ ને મા સમજે છે ત્યા સુધી બધુ સારુ ચાલે છે ને સાસુ વહુ ને દિકરી માને તો કોઈ મુશ્કેલી જ નથી સંસારમાં. “હવે તો લોકો કહે છે છોકરા – છોકરી કરતા સાસુ – વહુ ની કુંડળી મેળવો” ખુબ સાચવી ને નિભાવવાનો હોય છે આ સંબધ. નહીતો રોજ નવુ સાંભળીએ છીએ. કોઈ નુ સાંભળ્યા વગર પરીવાર ને સાચવવો.

ભાવના મેવાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here