માં થી પહેલા માસી ની ઓળખાણ…..

“પોતાના છોડ ને નર્સરી માં મૂકી આવે ને નર્સરી ના છોડ પોતાના ઘરના બગીચા માં લાવી ને પાળે સમજાય તેને વંદન ના સમજાય એને અભિનંદન “ સોશીયલ મીડિયા પર આ મેસેજ જોયો , એક વાર નહિ ગણી વાર જોયો તમે પણ જોયો હશે આજકાલ નો જમાનો હરીફાઈ ,તીવ્ર હરીફાઈ નો છે. 

દરેક માતા પિતા ઈચ્છે છે. કે એમનું સંતાન મોટું થઇ ને “સચિન, મિતાલી રાજ, અમિતાભ, વિદ્યા, સાનિયા, અભિનવ કે ફોગટ બેહનો બને. ને એની લ્હાય માં એ બાળક ને ઉંમર કરતા વહેલા સ્કુલ માં મૂકી દે છે. આવા માતા પિતા એવું વિચારે છે કે ગુજરાતી મીડીયમ ની સ્કુલ હશે તો કદાચ એમનું બાળક ફેમસ નહિ બને અને એને અધધ ફીસ ભરી ને ઈંગ્લીશ મીડીયમ માં મુકે છે.

ઘણા માતા પિતા એવું પણ વિચારતા હોય છે. કે આજ ના જમાના પ્રમાણે જો બાળક ને અંગ્રેજી મીડીયમ માં નહિ મુકીએ તો અમારું બાળક બીજા બાળકો કરતા પાછળ રહી જશે.તો ઘણા એમ વિચારે છે કે  જો અમે અમારું સંતાન અંગ્રેજી મીડીયમ માં નહિ મુકીએ તો “અમારું સોસાયટી માં કોઈ સ્ટેટસ નહિ રહે.”

આમ દેખા દેખી માં જરૂરિયાત વગર બાળક ને “માં થી પહેલા માસી ની ઓળખાણ અઆપવા માં આવે છે.” આવા લોકો એ નથી જોતા કે આપણે(કોઈ અપવાદ હોઈ સકે ) અને આપણા માતા પિતા પણ ગુજરાતી માધ્યમ નાંજ વિદ્યાર્થી હતા તો શું આપણ ને આ સોસાયટી; આ સમાજે નથી સ્વીકાર્યા? સ્વીકાર્યા જ છે ને. તો પછી જો જરૂરિયાત ના હોય તો આવો અંગ્રેજી મીડીયમ નો મોહ શુકામ ? ઘણી વાર આવા સ્ટેટ્સ ના ખોટા મોહ ને લીધે માતા પિતા પોતાના જ બાળક ના ભવિષ્ય સાથે રમી જાય છે. એમાં નુકશાન બાળક નેજ ભોગવવું પડે  છે.એક સત્ય ઘટના છે મારા જ કુટુંબ નીજ,

એક બાળક ને હરખ ભેર અંગ્રેજી મીડીયમ માં મુક્યો અને પછી જુનીયર સીનીયર તો હસતા હસતા પૂરું થઇ ગયું પણ જેવો એ બાળક પહેલા ધોરણ માં આવ્યો પછી એના માતા પિતા ઘરકામ કરાવી નહોતા  શકતા ને બાળક પણ ધીમે ધીમે હાર માંની રહ્યો હતો.જેમ તેમ કરીને ૩ ધોરણ પુરા કરાવ્યા પછી મુક્યો ગુજરાતી માધ્યમ માં હવે એ બાળક અત્યારે પાંચમાં ધોરણ માં છે.  હજીય એના વર્ગ ના બીજા વિદ્યાર્થી ઓ જેટલું સારું ગુજરાતી એને નથી આવડતું .એ હજી એના વર્ગ કરતા પાછળ  છે. આવા તો ઘણાય બાળકો હશે આપણે ત્યાં જે આવી રીતે ગુજરાતી માંથી અંગ્રેજી માં આવ્યા હશે અને શરુઆત માં જે પ્રતિભાશાળી દેખાવ કર્યો એ માધ્યમ બદલ્યા પછી એના થી ઊંધું થઇ જાય છે.ને ભોગવે છે બાળક.

તમે પણ એમજ વિચારો છો કે ગુજરાતી મીડીયમ કરતા અંગ્રેજી મીડીયમ સારું છે? જો તમારો જવાબ હા હોય તો એક વાર ફરી વિચાર કરજો કેમકે એક પ્રખ્યાત દોહો છે. “જહાં કામ આવે સુઈ કા કરે તલવારી“ બંને માધ્યમો નું પોત પોતાનું મહત્વ છે. જો તમારે કોઈ ગુજરાતી સાહિત્યકાર બનવું હોય તો તમારે ફરજીયાત  ગુજરાતી મીડીયમ માં ભણવું પડશે. કેમકે વ્યાકરણછે.  જો તમારે કોઈ અંગ્રેજી  સાહિત્યકાર બનવું હોય તો તમારે ફરજીયાત અંગ્રેજી  મીડીયમ માં ભણવું પડશે. કેમકે અહી પણ વ્યાકરણ છે. બને નું મહત્વ પોત પોતાની જગ્યા એ સરખુ જ  છે.

મારી વાતો પરથી તમને લાગશે કે હું અંગ્રેજી વિરોધી છું તો એવું જરાય નથી મારું માનવું છે કે જો આપનું બાળક અને આપને તૈયાર છીએ તો અંગ્રેજી મીડીયમ માં ભણવું અને જો થોડુક પણ એમ લાગે કે આ આપણા થી નહિ થાય તો મહેરબાની કરી ને બાળક નું ભવિષ્ય ના બગાડજો. કેમકે જે સફળ અને ફેમસ બનવા માટેજ બન્યા છે એને માટે માધ્યમ કોઈ પણ હોય એ સફળતા અને પ્રસિધ્ધી ને પામી ને જ રેહશે. તમારું શુ માનવું છે આ વિષય પર કમેંટ માં જણાવો તમારા વિચાર.

ધરતી દવે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here