અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ…..

“મા પહેલા માસી ની ઓળખાણ.” ઉપરોક્ત વાક્યમાં મા એટલે આપણી માતૃભાષા  અને માસી એટલે અંગ્રેજી ભાષા. આપણા દેશમાં દરેક માતા-પિતા પોતાના બાળકની સરખામણી બીજા બાળક સાથે કરતા હોય છે. પરંતુ તેઓ સમજતા નથી કે પાંચ આંગળી એક સરખી ન હોય. દરેકમાં અલગ-અલગ ગુણો હોય, સદગુણો હોય.

પરંતુ આજકાલના મા-બાપ બાળક ના જન્મ પહેલાથી જ નક્કી કરી નાખે છે કે તેઓ તેના બાળકને અંગ્રેજી માધ્યમ માં જ ભણાવશે. બાળક ઉપર માબાપ તેમના વિચારો ફેવિકોલ ની જેમ ચોટાડી દે છે. પોતે નથી જોતા કે બાળકને શેમાં રસ છે. બની શકે કે બાળકને ભણવા કરતા ઈતર પ્રવૃત્તિમાં વધુ રસ હોય. પરંતુ બાળકને અંગ્રેજી માધ્યમના શિક્ષણના બોજ માં નાખી દેવામાં આવે છે. અને તેમાં ક્યાંક ને ક્યાંક બાળકનો સર્વાંગી વિકાસ થતો અટકે છે.

ધીરે-ધીરે માતૃભાષા લુપ્ત થતી જાય છે. આ થવા પાછળનું કારણ સમાજ છે. આજકાલની પેઢી છે. જેમાં તેને મા પહેલા માસી ની ઓળખાણ આપવામાં આવે છે. આ બધું ફક્ત દેખાદેખી નો ખેલ છે. માતા-પિતા બાળકને માધ્યમમાં તો મૂકી દેશે પરંતુ ઘરનું વાતાવરણ તો ગુજરાતી જ છે. ગુજરાતમાં રહીને જો બાળકને ગુજરાતી જ ન આવડે તે કેટલું વ્યાજબી?

ક્યારે સાંભળ્યું કે બ્રિટિશ દેશોમાં ગુજરાતી માધ્યમની શાળા બની. પરંતુ હાલ ને પરિસ્થિતિ મુજબ ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળા કરતા અંગ્રેજી માધ્યમની શાળા નો  આંકડો વધી રહ્યો છે. મારા પોતાના એક સર્વે મુજબ ગુજરાતી શાળાના બાળકો 500 હોય ત્યારે સામે અંગ્રેજી માધ્યમના બાળકો 1100 હોય.

આ વાત આપણા ગુજરાત રાજ્ય માટે બહુ શરમજનક વાત છે. જેમાં મા પહેલા માસી ની ઓળખાણ આપવાની હરીફાઈ છે. અને આ હરીફાઈમાં બાળક પોતાનું બાળપણ ગુમાવે છે. “મા પહેલા માસી ની ઓળખાણ કેટલી વ્યાજબી”??

શ્રુતિ ઠક્કર

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here