લંચ બોક્સ…..

zrukho

રાહુલ… એક મદયમ વર્ગ ના પરિવાર માંથી આવતો છોકરો છે. એના પાપા રિક્ષા ચલાવે પણ પોતે તકલીફ વેઠીને પણ દીકરાને ઇંગલિશ મીડીયમ સ્કૂલમાં ભણવા માટે મૂકે છે. રાહુલ નવી સ્કૂલ માં જાય છે. ત્યાં બધુજ નવું છે, મિત્રો, સ્કૂલ અને ટીચર પણ, રાહુલ હજી આઠ વર્ષનો છે. રાહુલ બીજી સ્કુલ માંથી અહીં નવી સ્કૂલ માં આવે છે અને પહેલા પહેલા દિવસો માં તો થોડુંક અજુગતું લાગે છે પછી બધું બરાબર ફાવી જાય છે.

બપોરની રીસેસ ના ટાઈમે બધા છોકરા પોતાનું લંચ બોક્સ ખોલે તો તેમાં ખુબજ સરસ સરસ નાસ્તા હોય છે. અને રાહુલ ના લંચ બોક્સમાં બ્રેડ, જામ, બટર, કાજુ, કિશમિશ એવું કંઇજ નથી. એના ડબ્બા માં આજે એની મમ્મી  એને કંઇજ નથી આપ્યું કારણ એના પાપા રિક્ષા લઇને ગઈકાલના ગયા છે, પરંતુ હજી પાછા નથી આવ્યા,  રાહુલ ના પપ્પા જે વકરો લાવે તેમાંથી ઘરમાં સામાન આવે, પણ આજે કાઈ નથી..  રાહુલ મિત્રો સાથે નાસ્તા નો ડબ્બો લઇને તો જાય છે પણ તેનો ડબ્બો ખાલી છે.

રીસેસ ના ટાઈમે બધા બાળકો બહાર નાસ્તો કરવા રાહુલ ને બોલાવે છે, પણ રાહુલ જતો નથી અને પોતાના ખાલી ડબ્બાને એવી રીતે જોવે છે જાણે ભરેલો છે. અને રાહુલ એના બધા ફ્રેન્ડ ને કહે હું પાણી ની બોટલ ભરી આવું છું. મારો ડબ્બો અહીંજ છે, અને રાહુલ પડી ગયેલા મોઢે બહાર જાય છે.  જયરે રાહુલ ફરી કલાસમાં આવે છે ત્યારે એના બધા ફ્રેન્ડ એને ડબ્બો લઇ બહાર આવવાનું કહે છે,  અને રાહુલ પોતાના ખાલી ડબ્બાને જેવો પકડે છે, તેવો ડબ્બો વજનદાર લાગે છે.

રાહુલ ડબ્બા ને ખોલી જોવે છે અને પોતાના બધા ફ્રેન્ડ તરફ નજર કરે છે, અને બધા ફ્રેન્ડ પોતાના ડબ્બા ઉંચા કરી જાણે ચીયર્સ…. રાહુલ…. કેહતા હોય એમ એની સામે ડબ્બા ઉંચા કરી સ્માઈલ કરે છે. અને રાહુલ હસતો હસતો પોતાના મિત્રો ની ટોળકી માં જતો રહે છે.

મિત્રો જુવો તો ખરા કેટલી સમજ છે આ નાના ભુલકાઓ મા પોતાના મિત્રનો ખાલી ડબ્બો જોઈ પોતાના માંથી થોડું થોડું આપી એનો ડબ્બો ભરી દે છે. આ નિર્દોષ આંનદ એ બચપન માંજ હોય. પરતું જેવા આપણે મોટા થઈએ છીએ પછી એ આનંદ ક્યાં ખોવાઈ જાય છે એની ખબર નથી પડતી. કેટલીક વખત તો મિત્રનો ડબ્બો ભરવાનો તો દુર રહ્યો પણ એનો ડબ્બો કેવી રીતે ખાલી કરી શકીએ એ હોડ મા લાગી જઈએ છીએ.

નયના પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here