પ્રેમલગ્ન….. સમાજ ની દ્રષ્ટીએ (ભાગ-7)

zrukho

લગ્ન એ આપણી ભારતીય સંસ્કૃતિ ની એક અભિન્ન સંસ્થા છે જેમાં રહી  માનવી સમસ્ત જીવન ગાળે છે તેમજ સંસાર સાગરને આના થકી પાર પાડે છે. જે પરંપરા આર્યાવર્તમાં આદિકાળથી ચાલી આવે છે. આ લગ્ન એ કૌટુંબિક, સામાજિક કે ઘટનાના રહી ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. જેમાં સમાજના નિયમોને જાળવી માત્ર એક સ્ત્રી અને એક પુરુષ એમ બે વ્યક્તિઓના પૂરતા સીમિત ન રહી તે બે કુટુંબોને જોડવાનું કાર્ય પણ કરે છે જે-તે સંસ્કૃતિના નિયમોને સાથે લઈને ચાલે છે. આથી જ હિન્દુ પરંપરામાં અને 16 પૈકીના એક સંસ્કાર તરીકેનું માં આપવામાં આવ્યું છે. જેના દ્વારા સમાજ અને ધર્મ સાથે કૌટુંબિક વાર્તાને જાળવવાનું કાર્ય પણ હતું આવે છે.

આ લગ્ન સંસ્થા તે આદિકાળથી ચાલતી આવતી એક અનન્ય તેમજ સમાજથી અભિન એવી પરંપરા છે. આ પરંપરા જ્યારે સમાજ ઘર અને પરિવારના સહયોગથી થાય છે ત્યારે તે એક આવકાર્ય પ્રસંગ તરીકે વધાવવામાં આવે છે. કિન્તુ આજ લગ્ન તારે એ પાત્ર તેમની વચ્ચેના લાગણી તંતુ એવા પ્રેમને વશ થઈ કરે છે ત્યારે અસ્તિત્વમાં આવતા પ્રેમલગ્ન એક અસહજ ઘટનાનું સ્વરૂપ ધારણ કરે છે. જેના દુષ્પરિણામો ઘણી વખત માત્ર યુવક અને યુવતી જ નહીં કિન્તુ તેમના પરિવારોને પણ ભોગવવા પડતા હોય છે.

વાત જ્યારે પ્રેમલગ્નની થતી હોય તો અહીં એક બાબત ની સ્પસ્ટતા કરીશ. કે આ પ્રેમલગ્ન તે માત્ર આજકાલ કે કલિયુગ માં થતી ઘટના કે ગુનો નથી. પ્રેમલગ્ન તો આદિકાળથી થતાં જ આવ્યા છે. જેને સતયુગમાં ગાંધર્વ વિવાહ તરીકે ઓળખવામાં આવતા હતા. જેમાં વર કન્યા એકબીજાને પતિ-પત્ની તરીકે કાર કરી ફૂલહાર પહેરાવી દે લગ્ન સંપન્ન ગણાતા. અને આ લગ્નને વિધિવત રીત-રિવાજોથી થયેલા લગ્ન જેટલો જ માન મોભો આપવામાં આવતો હતો. આપણે પુરાણોમાં ડોકયુ કરીશું તો ખ્યાલ આવશે એટલે  અનેક પ્રતાપી રાજાઓ, ઋષિમુનિઓ તેમના સંતાનો, દેવો વગેરે જનોએ આ પ્રકારના લગ્ન કરી સાંસારિક જીવન માં પ્રવેશ કર્યો છે. તો આજે આ પ્રેમલગ્ન નામે ઓળખાતા બે આત્માને મળવાના પ્રસંગને શા માટે આટલો વખોડી કાઢવામાં આવે છે, તે એક ચર્ચાનો વિષય બને છે.

જ્યારે આવા સંવેદનશીલ મુદ્દો ચર્ચાનો વિષય બને ત્યારે સમાજમાં બે વર્ગ અસ્તિત્વમાં આવે છે જેમાં એકવાર તેની તરફેણમાં હોય છે અને તેને દિલથી વધાવે છે જ્યારે બીજો વર્ગ તેનો સદંતર વિરોધ કરી તેને ધિક્કારે છે. જો આપણે તટસ્થ રહી એમાં જોડાઈએ અને યોગ્ય ઉકેલ લાવવા પ્રયાસ કરીએ તો અડધા મુદ્દાને કોઈ તટસ્થ દિશા મળી શકે. પ્રથમ વર્ગ એટલે કે એમ લગ્નની તરફેણમાં રહેતાં લોકોનો મત લઈએ તો કહેવાશે કે લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચે પરસ્પર પ્રેમ, સાજેદારી અને ત્યાગની  ભાવના હોઈ એટલે સ્ત્રી પુરુષ રૂપી ચક્ર ધરાવતા આ સંસાર રથ જીવન ને રણઆંગન ને પાર પાડી શકે છે. તો સંસાર રચના આ બંને ચક્રોને એકબીજા માટે જોડી રાખવા જે જોઈએ તે આ પ્રેમ હોય છે. પ્રિય પાત્રને પ્રેમ કરી કરવા ખોટું શું છે? આવો એક મત ઊભો થાય છે.

જ્યારે તેની વિરુદ્ધમાં એક વર્ગનો મત એવો હોય છે કે કે પ્રેમલગ્ન એ સામાજિક દૂષણ છે, ઘોર કળયુગ નો સ્વરૂપ છે, યુવાનોની અસંસ્કારિતા નુ પ્રતિક છે તેમજ માવતર ના સંસ્કાર નું અપમાન છે. એવું આ એક નિંદનીય દુષણ છે. જેને સમાજ સામાજિક કલંક માને છે. જેની પાછળ કારણ કદાચ પ્રેમ લગ્ન નિષ્ફળ જવાના વધુ કિસ્સા બને છે તે હોઈ શકે. કિન્તુ તેનો અર્થ એ નથી કે દરેક પ્રેમલગ્ન નિંદનીય હોય. પરંતુ હા જો ક્ષણિક આવેગ ,દૈહિક આકર્ષણ અને ત્યાં અને સમજદારી ના અભાવે જો ઉતાવળે આ વિકારને પ્રેમ માની લગ્નનું સ્વરૂપ આપવામાં આવે તો તેની નિષ્ફળ જવાની સગુણા સંભાવનાઓ રહેલી છે.

આથી કહી શકાય કે તટસ્થ રહી કોણ સમર્પણભાવે, એકબીજા પ્રત્યે આદર, પ્રેમ સન્માન, કદર અને પ્યાર ભાવના હોય તો આ લગ્નસંબંધ અતૂટ અને આદર્શ બની રહે છે. તેથી પ્રેમ લગ્નનો વિરોધ કરવા કરતા લગ્નમાં પ્રેમ તત્વ રહે તેવા પ્રયાસો કરવાની તાતી જરૂર છે એવું આજની સામાજિક સમસ્યાઓ અને કૌટુંબિક ઘટનાઓ, છૂટાછેડાના વધતા પ્રમાણ વગેરે જેવી સમસ્યાઓ ના કિસ્સા જોતા ખ્યાલ આવે છે. તે માટે પારસ્પરિક પ્રેમ અને ત્યાગ ભાવના એટલી જ રહે છે. માટે વિરોધ કે વકીલાત કર્યા વિના લગ્નના કેન્દ્રમાં પ્રેમભાવ હોય તે વાતને સહર્ષ આવકારવી જોઈએ.

સાધના પ્રજાપતિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here