પ્રેમલગ્ન….. સમાજ ની દ્રષ્ટીએ (ભાગ-૧)

zrukho

પ્રેમ લગ્ન….આ આજનું નથી આ વર્ષોથી ચાલતું આવેછે અને આવશે તમને જયારે કોઈ વ્યક્તિ ગમી જાય છે ત્યારે તમે એ વ્યક્તિ ના કોઈ સારા ખરાબ  પાસા જોવા તૈયાર નથી બસ તમને એનું આકર્ષણ છે અને તમારી ઉમર પણ એવી છે એટલે તમને કોઈ સાચી સલાહ આપે એ પણ ગમે નહીં અને તમે જુવાની ના જોશ માં ક્યારેક સારું તો ક્યારે ક ખરાબ પગલું ભરી બેસો છો અને એનો પસ્તાવો તમને અને તમારા આખા ફેમિલ ને થાય છે….

હવે વાત જ્યારે પ્રેમ લગ્ન સારા કે ખરાબ એની આવે ત્યારે મને એક  ખુબજ સુંદર છોકરી ની વાત યાદ આવે છે  એનું નામ રોશની એ ઈંગ્લીશ મીડિયમ માં ભણે અને એના પપ્પા ડોક્ટર એટલે રોશની જ્યારે 10 માં આવી ત્યારે એના પપ્પા એ એને ગાડી અને ડ્રાઈવર બેય કરી આપ્યા કારણ એકનું એક સંતાન અને બંને પતિ પત્ની ડોક્ટર એટલે પૈસા ની કોઈ કમી નહીં અને ડ્રાઇવર પણ એકદમ સ્માર્ટ છોકરો શોધી લાવ્યા અને રોજ ડ્રાઇવરનું કામ રોશની ને લેવા જવાનું મુકવા જવાનું અને રોશની વધારે સમય બહાર હોય તોય ડ્રાઇવર સુરેશ એની સાથે રહેતો અને રોશની  હવે એના વગર એકમિનિટ પણ ના  રહેતી હોવી રોશની ધીરે ધીરે એની આદિ બની ચુકી અને એક મુગ્ધા અવસ્થાનું આકર્ષણ અને પોતાના માતા પિતાને એની માટે ટાઇમ નથી પણ કોઈક તો છે જે એને સમજે છે અને એ હવે શુરેશ વગર ક્યાંય જતી નહીં હવે એ 12 માં આવી સારા માર્કે પાસ અને  ડોક્ટર નું ભણવા આગળ જવાનું થયું

પણ એણે બહાર ભણવા જવાની ના પાડી અને અહીજ BSC માં એડમિશન લીધું અને એ શુરેશ જોડે બિન્દાસ ફરવા માડી એના પપ્પાને આ વાતની ખબર પડી એટલે એમણે શુરેશ ને છૂટો કર્યો પણ આ ઉંમરજ એવી અને પ્રેમ નું પાગલ પણ ખરું અને શુરેશ એકદિવસ રોશની શુરેશ સાથે ભાગી પ્રેમ લગ્ન કરી લે છે અને ડોક્ટર ની આબરૂ ના ધજાગરા થઈ જાય છે પણ રોશની એકની બે થતી નથી અને સુરેશ ને છોડવા તૈયાર નથી હવે ડોક્ટર એને ભૂલી ગયા પણ દીકરી ભુલાય થોડી થોડાકજ દિવસ થયા ત્યાં તો સુરેશ રોજ દારૂ પીને ઘરે આવે ક્યાં રોશની નો બંગલો અને ક્યાં એકરૂમ નું ઘર અને રોજના ઝગડા થવા માંડ્યા પણ હવે રોશની કરેશું …અને આમને આમ એક આશાસ્પદ છોકરી એક ડ્રાઇવર સાથે આજે પણ  ગરીબ જેવી જિંદીગી  જીવે છે ડોક્ટર આઘાત લાગવાથી ઘરની બહાર નીકળતા નથી અને ડિપ્રેશન માં રહે છે અને  આજે પણ પોતાની ભૂલ ક્યાં થઈ એવું શોધે છે….

આ વાત થઈ નેગેટિવ પાસા ની  પણ પોઝિટિવ પાસું એ પણ છે કે સમજદારી પૂર્વક કરવામાં આવેલ લગ્ન અને પોતાના કુટુંબીજનો દ્વારા જેમાં લિલી ઝંડી મળી હોય બંને પાત્ર સમજદાર હોય ઉચ્ચ અભ્યાસ સાથે સારી નોકરી હોય પોતાનું કહેવાય એવું બધુજ એની પાસે હોય ઘરના તમામ એક બીજાની પસંદગી પર ખુશ હોય તો આવા પ્રેમ લગ્ન કરવામાં કોઈ વાંધો આવતો નથી જેમાં તમારા ફેમિલી નો સાથ હોય તો આવા પ્રેમ લગ્ન ખુબજ સારા ચાલે છે અને એક બીજા માટે જાણ આપી દે છે . અને એકબીજાનું સન્માન કરે છે

હવે વાત છે પ્રેમ લગ્ન કરવા કે નહીં પણ હું મારી દ્રષ્ટિએ જોવ તો કરવા જોઈએ એમા કંઈજ ખોટું નથી પણ….તમે જેની જોડે લગ્ન કરવાના છો તેની પુરી ખાતરી કરો કોણ છે?? કયા ખાનદાન ન નો  છે બધું ધ્યાન માં રાખવાનું  છે…અને શું કરેછે છોકરો એ ખાસ જોવાનું હોય છે … છોકરો કે છોકરી એકજ સમાજ ના હોય તો કરી  આપવા જોઈએ બંને જ્યારે એકબીજાની સંમતિ થી લગ્ન કરે ત્યારે એ બંનેજ શુખ દુઃખ ના ભાગીદાર હોય છે અને ઘણા લોકો વિરોધ વચ્ચે પણ લગ્ન કરે છે. પણ હું માનું છું કે પ્રેમ લગ્ન કરનાર સંપત્તિ નથી જોતા એમને તો બસ  એકબીજાના નો પ્રેમ અને લાગણી જ જોઈતા હોય છે  સમજી વિચારીને કરેલા લગ્ન ક્યારેય  છુટા પડવાનો વારો આવતો નથી પણ વગર વિચારે કરેલા લગ્નમાં ચોક્કસ પસ્તાવું પડે છે.

બાકી હું માનું છું ત્યાં સુધી પ્રેમ લગ્ન એ એક આકર્ષણ થી થયેલા લગ્ન છે.એમાં પતિની સચ્ચાંઇ લગ્ન પછી ખબર પડે તો પત્ની ને દુઃખી થવા શિવાય કોઈ આરો હોતો નથી કારણ જેમાં માતા પિતા વિરુદ્ધ હોય ત્યાં દીકરી પોતાના દુઃખને કોઈને કહી શકે ના અને દુઃખી થાય છે અને આ હું મારા અનુભવથી કહું છુ મરીઝ ઑફિસમાં ખુબજ સુંદર  અને  સમજદાર બે છોકરીઓ છે જે આજે માં બાપ ની વિરુદ્ધ જઇ પ્રેમ લગ્ન કરે છે અને આજે એટલી દુઃખી છે પણ એમના માતા પિતા એમને બોલાવતા નથી અને એ છોકરી ઓ પણ એવુંજ કહે છે અમારી ભૂલ અમારેજ ભોગવવા ની ..એટલે સમજદારીના પ્રેમ લગ્ન અને નદાનીમાં થયેલા પ્રેમ લગ્નમાં બહુ ફર્ક છે………..

નયના પટેલ.

1 COMMENT

  1. મેડમ, જેમ દરેક સ્ત્રી સમાન નથી હોતી તેમ દરેક પુરુષ પણ સમાન નથી હોતા.
    આપણા સમાજ માં છૂટાછેડા નું પ્રમાણ સૌથી વધારે છે અને એનો કારણ માત્ર પ્રેમલગ્ન જ ઠરાવી શકાય નહિ કેમ કે સમાજ માં પ્રેમલગ્ન કરતાં અરેંજ મેરેજ વધારે થાય છે.
    એક વાત એ છે કે પ્રેમલગ્ન કરનાર એ ક્યારેય ભાગવું જોઈએ નહિ, એ જ એની સાચી નિશાની છે કે એલોકો ઉતાવળ માં આવી ને પગલાં ભરતાં નથી. પણ વર્ષો સુધી સમજાવ્યા પછી પણ જ્યારે માતા પિતા નાં માને ત્યારે તેમને એ પગલો ભરવો પડે છે.
    જો સાચો પ્રેમ હશે તો તેઓ સુખી જ થશે પણ અમુક માતા પિતા ને પોતાના સમાજ ના અહમ નાં લીધે એ વાત ક્યારેય નહિ સમજાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here