ઝેર અને પ્રેમ માં કોઈ ફરક નથી.

zrukho

तू प्यार है किसी और का तुझे चाहता कोई और है
तू पसन्द है किसी और की तुझे मांगता कोई और है

ફંક્શન માં ગીત વાગતું હતું.દરેક વ્યક્તિ પોતાની મસ્તીમાં મસ્ત હતી.દિવ્યા ની ખુશી સાતમા આસમાને હતી.પરંતુ હું એના જ વિચારો માં ખોવાયેલ હતો.હા દિવ્યા ની આજે સગાઈ હતી.દિવ્યા મારી આત્મા. દિવ્યા મારી બાળપણ ની મિત્ર. મારુ અસ્તિત્વ..મારુ જીવન…મારુ સ્વપ્ન…મારી લાગણીઓ..મારી આત્મા..મારુ સર્વસ્વ એ જ હતું.મારે દિવ્યા ની સગાઈ માં જવાનું હતું.તેણીએ મને મારુ નામે લખેલું ઇનવીટેશન કાર્ડ મોકલ્યું હતું.હું ત્યાં જવા નહતો માંગતો.હું મારા અસ્તિત્વ ને મારા થી દુર થતા નહતો જોઈ શકતો.મારા અસ્તિત્વ ને કોઈ બીજું લઇ જાય એ પણ નહતો જોઈ શકતો.પણ હું એના દિલને ઠેસ પહોંચાડવા નતો માંગતો.દિલ ને ઠેસ પહોંચાડે એ પ્રેમી કયો.

અમારી મુલાકાત દસમા ધોરણ માં થઈ હતી.અમસ્તા જ હું મારા રોજના નિયમ મુજબ એક મિત્રની ઘરે પહોંચ્યો.બારણું ખખડાવતા ની સાથે એક સમય માટે તો મારું હૃદય ધડકવાનું બંધ કરી દીધું .આંખો એ પલકારા મારવાનું બંધ કરી દીધું.અચાનક અવાજ આવ્યો “કોનું કામ છે”.સ્વર્ગ ની અપ્સરા નો અવાજ સાંભળી એમ કહેવાની ઈરછા થઈ “વર્ષો થી તમારું જ કામ હતું”.પણ કાઈ બોલાયું ના એટલા માં મિત્ર એ અંદર બોલાવી લીધો.બસ એ દિન ને આજ સુધી એ જ ચહેરા પર ફિદા થઈ ગયો.સમય વિતતો ગયો અમારી મિત્રતા ગાઢ થતી ગઈ.સુખ દુઃખ હોય મસ્તી મજાક જીવન ના અગત્ય ના નિર્ણયો દરેક માં સાથ અને સલાહ લેવા લાગ્યા.આમ ને આમ કોલેજ ના પ્રથમ વર્ષ માં પ્રવેશ કર્યો.દિવ્યા એ એની પસંદગીના વિષયો લીધા મેં પોતાની પસંદગી ના.કોલેજ માં અલગ થયા પરંતુ ફોન અને મેસેજ પર સતત વાતો.કલાકો ના કલાકો એમ જ ફોન પાર વાતો કરવી ચાલુ જ હતી.ખબર નહીં ક્યારે આ દિલ એના માટે ધડકતું થઈ ગયું.એ હુસનપરી મારુ દિલ ચોરી ગઈ.મારા દિલ એ પણ મને દગો આપ્યો “મારા” નહીં “એના” માટે ધડકતું થઈ ગયું

કેટલીક વાર એ નટખટ ને કહેવાની ઈરછા તો થઈ પણ હું ડરતો હતો કે પ્રેમ જાહેર કરવામાં મારી એક સારી મિત્રને ના ખોઈ બેસું.ઘણીવાર દિલ કહેતું જા આજ તો સમય છે પણ હું મારી મિત્ર ને ખોઈ બેસવા નહતો માંગતો.કેટલીય વાર મેં એની આંખો માં મારા માટે ની એ કોમળ લાગણીઓ જોઈ હતી .પરંતુ પહેલે આપ પહેલે આપ માં ક્યાંક મારાથી એ જિંદગીની હમસફર બનવાની ટિકિટ જ ના આપી સકાંઈ.સમય એ ફરી મારી જોડે દગો કર્યો.આ સમય પણ મારી વિરુદ્ધ છે સુખ માં ટૂંકો અને દુઃખ માં લાંબો થઈ જાય છે.

અચાનક પાછળ થી કોઈએ ખભા પર હાથ મુક્તા.જૂની યાદો માંથી પાછો આવી ગયોઆંખો ના ખૂણા આંસુ ઓ થી ભરાઈ ગયા હતા.એને લુછવા માટે એની ઓઢણી પણ નહતી.ફરીથી એ ચશમિશ દેખાઈ.એનો નટખટ ચહેરો. એનું બાળક જેવું હાસ્ય.આ હાસ્ય પાછળ તો છ ફૂટ નો માણસ પણ પીગળી જાય.આજે એને જીવ ભરીને જોઈ લેવી હતી.કાલથી એ બીજા કોઈની થવાની હતી.એટલામાં જ
એને નજીક આવી પૂછ્યું

દિવ્યા: શુ તું ખુશ નથી ??
હું: ગાંડી તારી સગાઈ હોય ને હું ખુશ ના હોઉં.બને કાઈ. જોને ખુશી માં આટલું બધું તો ખાધું.
દિવ્યા:આજે તારી આંખો માં પાણી છે!!
હું:અરે આ તો ખુશી ના આંશુઓ છે.આજે હું શાંતિથી ઉંઘીશ આજ થઈ તું પેલા ને જ પકાવજે. એને જ તારા કપડાં લેવા લાઇ જજે.એને જ તારા નખરા બતાવજે.આજ થી હું છુટ્ટો.

બોલતા બોલતા ગળા માં ડૂમો આવી ગયો.પણ ક્યાં ખબર છે એ ચશમિશ ને કે તને અહીંયા જોઈ ને આ અઠાકઠા વ્યક્તિ ની આંખો ના ખુણા ભરાઈ ગયા છે.આ વ્યક્તિ તારા એક હાસ્ય પાછળ પાગલ છે.આ વ્યક્તિ તારી એ નટખટતાપર મર્યો છે.આ એ જ વ્યક્તિ છે જેને તને દરેક સુખ દુઃખ માં સાથ આપ્યો છે.આ એ જ વ્યક્તિ ઉભો છે જેનેતારી આંખો પાણી ન ભરાય એના તમામ પ્રયત્નો કર્યા છેઆ એ જ વ્યક્તિ છે જે પોતાનું કામ છોડી તારું કામ કરવા માટે દોડે છે.

આજે પણ જો તું હા કહી દઉં તો એ જાન આપવા માટે તૈયાર છે.પણ કોણ પાછું પ્રેમ માં પડે .કોણ પાછું એની યાદો માં પડે.કોણ પાછું એની માટે મરવા તૈયાર થાય.કોણ પાછું એની માટે રડે.કોણ પાછું એના ગાલ માં પડતા ખાડા માં ડૂબે.બસ બસ બહુ થયું આ પ્રેમ પ્રેમ .હવે જીવવું છે પોતાની માટે .છેલ્લે બે વાક્યો ચશમિશ માટે
ઝેર અને પ્રેમ માં કોઈ ફરક નથી સાહેબ
ઝેર પી ને લોકો મારી જાય છે સાહેબ
અને પ્રેમ કરી ને લોકો જીવી નથી શકતા.

લેખક : વિકાસ ખુશલાની

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here