લગ્નજીવન પ્રેમ કે પસ્તાવો….???

આખરે આતુરતાનો અંત આવી ગયો. વર્ષોથી માતા-પિતાએ સેવેલુ સપનું પૂર્ણ થઈ ગયું કે મારી દીકરી રીમા ના લગ્ન એક સારા ઘરમાં અને એક સારા છોકરા જોડે થઈ જાય….. રીમા ભણેલી-ગણેલી, હોશિયાર છોકરી હતી. ભણવાની સાથે કામમાં પણ એટલી હોશિયાર હતી. એક સંસ્કારી કુટુંબમાં ઉછરેલી એકની એક દીકરી હતી….

રીમાને જે કરવું હોય એમાં તેના માતા પોતાનો ફૂલ સપોર્ટ હતો. રીમા mca પછી એક સારી કંપનીમાં જોબ કરતી હતી…. હવે રીમાની ઉંમર થવા માંડી એટલે માતા-પિતાએ છોકરા જોવાનું સ્ટાર્ટ કરી દીધું. “બેટા રીમા” તને કોઈ છોકરો કામ તો હોય તો અમને કહી દે કારણકે તારી ખુશીમાં જ અમારી ખુશી છે.

ના પપ્પા મને કોઈ છોકરો નથી ગમતો તમે તમારી જાતે શોધવાનો ચાલુ કરી દો. હા તો બેટા તો એક બાયોડેટા બનાવીને તારો મને આપ. રાકેશભાઈ બાયોડેટા તેમના સમાજના લોકો અને કુટુંબીને આપ્યો… તરત જ બીજા દિવસે છોકરા વાળા ના ફોન આવવા મળ્યા રાકેશભાઈ ખુશ થઈ ગયા કે મારી છોકરીને હવે જલ્દી સારુ ઘર મળી જશે.

રીમા એ છોકરા જોવાનું ચાલુ કરી દીધું. પરંતુ એમાં એવું બને કે રીમા ને જે છોકરો પસંદ આવે એની હમેશા ના જ આવે. કારણ કે રીમા થોડી શ્યામ વણીૅ હતી. સુંદર હોવા છતાં થોડી શ્યામ વર્ણના કારણે લોકો તેને ના પાડી જતાં…. ચાંદમાં પણ એક દાગ હોય છે તેવી રીતે રીમાને પણ એક દાગ જેવું લાગવા માંડ્યું…..

એવામાં ત્રણ વર્ષ વીતી ગયા અને રીમા ની ઉંમર 28 ની થઈ ગઈ. સમાજના લોકો અને કુટુંબી લોકો વાતો કરવા માંડે. કેમ રાકેશભાઈ છોકરીને ઘરમાં બેસાડી રાખો છો સારો મુરતીઓ જોઈને પરણાવી દોને… ત્યારે રાકેશભાઈ કેતા કે “મારી છોકરી લાખોમાં એક છે કરોડોમાં એક છોકરો તેના માટે આવશે”….

લોકો પાછળથી વાતો કરતા એવું થોડી કોઈ કરોડોમાં એક આવવાનું…. થોડું લેટ-ગો કરીને હા પાડી દેવી જોઈએ. એમ પણ તમારી છોકરી ક્યાં રૂપ રૂપનો અંબાર છે….. પરંતુ રાકેશભાઈ આશાના છોડી સારો છોકરો અને સારો ઘર શોધવા માટેના બધા જ પ્રયાસો કરી દીધા…

આખરે એક દિવસ રેખા બહેન રીમા ના મમ્મી સાથે વાત કરતાં કરતાં એક વાત નીકળી. એક છોકરો છે મારી નજરમાં છોકરો ડોક્ટર અને સારા કુટુંબ નો છોકરો છે. પરંતુ તે બીજવર છે. જો તમને વાંધો ના હોય તો હું વાત કરું. છોકરા ના મેરેજ ના બે મહિનામાં જ તેની પત્નીની ડેટ થઈ ગઈ….રીમા ની મમ્મી મનમાં ને મનમાં વિચારતા કીધુ હાતો બાયો ડેટા તો મંગાવી આપજો….

રીમા ની મમ્મીએ રાકેશભાઈ ને વાત કરે… રાકેશભાઈ તરત જ બોલી ઊઠયાં ના મારી છોકરી માટે આવો છોકરો નથી કરવું.. રિમાની મમ્મી એ કીધું કે છોકરો ડોક્ટર અને સારા કુટુંબનો છે. ભલે હોય પણ મારી છોકરી માટે આ છોકરો યોગ્ય નથી… એકવાર જોવામાં શું વાંધો છે..?? એમ પણ આપણી છોકરીની ઉંમર થવા માંડી છે. કોઈ મોટી ઉંમરનો મળે એના કરતાં તો આ જોવામાં શું વાંધો છે….

રીમા આ બધી વાત સાંભળી ગઈ અને તરત જ બોલી કે હું આ લગ્ન કરવા માટે રેડી છું….. રાકેશભાઈ બોલ્યા “બેટા “એવો કોઈ નિર્ણય ના લે જેથી તને પસ્તાવો થાય, હું હંમેશા તારી જોડે જ છું…. રીમા બોલી મે બરાબર નિર્ણય લીધો છે….. અને તરત જ તે રૂમમાં ચાલી ગઈ…. મનમાં બહુ બધા પ્રશ્નો ચાલતા હતા. આખરે કરું તો શું કરું શું મે બરાબર નિર્ણય લીધો છે…??? આખી રાત સૂઈ ન શકી મનમાં પ્રશ્નો ચાલતા જ રહ્યા….

બીજા દિવસે છોકરા વાળા ઘરે આવ્યા. છોકરો એક નજરમાં ગમી જાય તેવો હતો. બંનેને વાત કરવા માટે એક રૂમ માં મોકલ્યા. છોકરો બોલ્યો” હું પહેલાં બઘી મારી વાત તમને કહી દઉં. મારા લવ મેરેજ હતા હું અને ખ્યાતિ એક જ કોલેજમાં હતા અમે બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા અને અમારા લગ્ન થઈ ગયા.

મારી પાસે ખ્યાતિની એટલી બધી યાદો છે કે જેના કારણે હું મારી જિંદગી જીવી લઈશ… પરંતુ મારા મમ્મી પપ્પા મારી એકલતા નથી જોવાથી તે દરરોજ મને કહે છે કે અમારા પછી તારુ કોણ…??? એટલા માટે હું મારા મમ્મી પપ્પા ની ખુશી માટે મેરેજ કરવા માટે રેડી થયો છું. જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમે મારી સાથે મેરેજ કરી શકો છો…

રીમા કન્ફયુઝ હતી પણ વધારે કન્ફયુઝ થવા માંડી… ” દરેક છોકરી નું સપનુ હોય છે તેને ખૂબ જ પ્રેમ કરનારો, તેને સમજનારો તેની કેર કરનારો છોકરો મળે…. પરંતુ ની રીમા ના નસીબ માં આ બધું હતું જ નહીં. આખરે રીમા એ નિર્ણય લીધો કે હું આ છોકરાને ના પાડી દઉં… તેવા માં ફોન ની ઘંટડી વાગી…

“હેલો” તમે રાકેશભાઈ ના ઘરમાંથી બોલું છો..?? હા હું રાકેશભાઈ ની પત્ની બોલું છું… હા તો તમે જલ્દી નવજીવન હોસ્પિટલ માં આવી જાવ રાકેશભાઈને હાર્ટ એટેક આવ્યો છે…. રડતા રડતા રીમાની મમ્મી અને રીમા તરત જ હોસ્પિટલમાં પહોંચી ગયા… ડૉક્ટર આવ્યા અને કહ્યું કે હવે એમને સારું છે તેમને જલ્દી હોસ્પિટલ લાવવાથી ખતરામાં થી બચી ગયા છે..

એ ડોક્ટર કોઈ નહિ જે રીમાને જોવા આવ્યો હતો એ છોકરો હતો…. રીમા એ ડોક્ટર રોહનને હા પાડી દીધી… પોતાના નિર્ણય પર અડગ રહેનારી રીમા એ ડોક્ટર રોહન ને હા પાડી દીધી. ઘરે ગયા પછી રીમાના મમ્મીએ રોહન ના ઘરે ફોન કરીને કહ્યું કે અમારે હા છે… ત્યારે રોહન ના મમ્મી એ કહ્યું કે… “અમારી એક ઇચ્છા છે કે લગ્ન વહેલા થઈ જાય તો સારું…”

15 દિવસ પછી લગ્નની તારીખ નક્કી થઈ ગઈ… રીમા ને ખબર જ ન પડી કે લગ્ન કેમ ના થઈ ગયા…. હજુ તો મનમાં ચાલતા પ્રશ્નો જવાબ મળ્યો નહીં અને લગ્ન થઈ ગયા…. લગ્ન પછી સાસરે ગયેલી રીમાને સાસુ સસરા એક દિકરી જેવું માનતા હતા.. પણ શું એ રૂમની પત્ની બની શકે ખરી….??? રોહનને ખ્યાતિની યાદ જતી જ ન હતી. સવારે ઉઠતાની સાથે જ ખ્યાતિ જોડે બેસીને રોજ બ્રેકફાસ્ટ કરવું. હવે તો રોહને બ્રેકફાસ્ટ કરવાનું છોડી દીધું હતું….

રોજ સવારે વહેલા ઉઠીને હોસ્પિટલ જવાનું. વચ્ચે ટાઈમ મળે ત્યારે ત્યાં હોસ્પિટલમાં જ લંચ કરી દેતો. રાતે ઘરે આવીને ડિનર કરીને સુઈ જતો. આ તેનો નિત્યક્રમ બની ગયો હતો.. રીમા કરે તો શું કરે…??? ના તો તે ખ્યાતિની જગ્યા લઈ શકતી ના તો એક પત્ની ની જગ્યા લઈ શકતી…. અમુક ટાઈમે રીમાના મનમાં એવા વિચાર આવે કે આ ઘરમાં મારું શું….???

આખરે તેણે એક નિર્ણય લીધો કે હું ખ્યાતિની જગ્યા તો નહી લઈ શકો પરંતુ એક પત્ની ની જગ્યા લેવાનો સો ટકા પ્રયત્ન કરીશ…. રીમા એ તેના સાસુ જોડે રહીને રોહનને ગમતી ના ગમતી બધી જ વાત જાણી લીધી હતી…. સવારે વહેલા ઉઠી ને પોતે બ્રેકફાસ્ટ બનાવી દેતી. રોહન બ્રેકફાસ્ટ માટે ના પાડે છતા તે ટિફિન પેક કરી દેતી… કોઈક વાર તો બપોરે લંચ લઈને પણ હોસ્પિટલ જતી રહેતી…. તે રોહન પ્રત્યેનો પ્રેમ પામવા માટે બનતી કોશિશ કરતી….

૧૪ ઓગસ્ટે રોહનની બર્થ ડે હતી.. રીમા એ બધી જ પ્લાનિંગ કરી દીધી હતી.. સવારે વહેલા ઊઠીને તેનું ફેવરેટ બ્રેકફાસ્ટ બનાયુ. જેવો રોહન હોસ્પિટલ પહોંચ્યો ત્યાં આખી હોસ્પિટલ ડેકોરેશન કરેલી હતી. બધા તેને વિશ કરતા હતા ત્યારે પહેલીવાર રોહન આ ફેસ પર સ્માઇલ આવી. જ્યારે તે પોતાના કેબિનમાં ગયો ત્યારે પોતાના natkhat childhood ના ફોટા અને મસ્ત મજાના મેસેજ તથી તેનુ દિલ ખુશ થઈ ગયું…

અંતે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે રીમા એ ખ્યાતિ ની સાડી પહેરી હતી…. રોહન ને એ દિવસ હજુ પણ યાદ છે. જ્યારે ખ્યાતિ અને રોહનને લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ત્યારે રોહન ખ્યાતિ માટે ફેવરિટ કલર બ્લુ કલરની સાડી લાવ્યો હતો… ખ્યાતિએ ક્યારે સાડી પહેરી ન હોવા છતાં રોહન માટે તેની પ્રથમ સાડી પહેરી ત્યારે તેનું રૂપ અપ્સરાથી સુંદર લાગતું હતું…..

રીમા ને પહેલી વાર સાડીમાં જોતાની સાથે જ, રોહન ની આંખો પહોળી થઇ ગઇ હતી, તેની ખુશી સાતમા આસમાને હતી.. આનંદની અદભૂત અનુભૂતિ એટલી તો હતી કે જાણે અંધ ને આંખ મળી ગઈ… અને પક્ષી ને પાંખ મળી ગઈ.. બસ પછી તો રોહન તેને નિહાળતો જ રહ્યો. રોહન જ્યારે પોતાના રૂમમાં આવે છે ત્યારે આખી રૂમ રોજ અને કેન્ડલ્ર થી ડેકોરેશન હતી અને તે એક સેકન્ડ માટે ભૂલી ગયો કે રીમા નહીં પરંતુ ખ્યાતિ તેની સામે ઉભી છે…

ધીમે ધીમે રીમાની નજીક જાય છે ત્યારે રીમા ની આંખ માં આંખ નાખી ને રીમાને હગ કરી દેછે… અને કહે છે કે ખ્યાતિ તારા જેવી જ હતી…. અને બંને સાથે મળીને કેક કટ કરી…. અને રોહન મમ્મી-પપ્પા તરત જ બોલી ઉઠયા કે અમારો રોહન પાછો આવી ગયો…..

નિરાલી ગોર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here