ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુનું અને મૃત્યુ પછીનું રહસ્ય…..

zrukho

મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને યુધિષ્ટિર શાસન કરતા હતા. યુદ્ધમાં કૌરવોની માતા ગાંધારીના ૧૦૦ પુત્રો મૃત્યુ પામ્યા હતા. ગાંધારીએ મહાભારતની લડાઈ માટે ભગવાન શ્રી કૃષ્ણને જવાબદાર ગણાવ્યા હતા આથી ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે જે રીતે કુરુવંશનો નાશથયો તે જ રીતે યદુવંશીઓનો પણ નાશ થશે.

શ્રાપનો ભાર લઇ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં આવ્યા. શ્રી કૃષ્ણને રાત્રે બરોબર ઊંઘ પણ ન આવતી હતી અને તેઓ હંમેશા ચિંતામાં જ રહેવા લાગ્યા. ભગવાનનો સંપૂર્ણ અવતાર હોવા છતાં તેઓને ગાંધારીનો એ શ્રાપ પળે પળે સતાવી રહ્યો હતો. બસ આમ જ દિવસો પસાર થઇ રહ્યા હતા. એવામાં થોડા દિવસો બાદ, સાત્યકિ અને કૃતવર્મા વચ્ચે મહાભારત યુદ્ધની ચર્ચા દરમિયાન વિવાદ થયો. વિવાદ એટલો ભડકી ઉઠ્યો કે બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું. સાત્યકિ એટલા ગુસ્સે ભરાયા કે તેમાં કૃતવર્માનું માથું ધડથી અલગ કરી નાખ્યું. આ યુદ્ધમાં શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને મિત્ર સાત્યકિની સાથ સાથે સમગ્ર યદુવંશીઓનો નાશ થયો.

યદુવંશીઓની સમાપ્તિ પછી, શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામ સમુદ્ર કિનારે બેસી ઈશ્વરની આરાધના કરતા કરતા પોતાનું શરીર ત્યાગી દીધું અને સ્વધામ પધાર્યા. મોટાભાઈ બલરામના અવસાનના એક દિવસ બાદ, ભાગવાન શ્રી કૃષ્ણ જંગલમાં એક વિશાળ પીપળાના વૃક્ષ નીચે ધ્યાનની મુદ્રામાં બેઠા હતા. નજીકમાં જરા નામનો તીવ્ર શિકારી રહેતો હતો તે શિકારની શોધમાં નીકળ્યો. જરાને દૂરથી ભગવાન શ્રી કૃષ્ણના પગના તળિયા હરણના ચહેરા જેવા દેખાઈ રહ્યા હતા. જરાએ કૈજ વિચાર્યા વિના તેમન તરફ તીર છોડ્યું.

તે તીર શ્રી કૃષ્ણના પગના અંગુઠા પર લાગ્યું. ખુશ થતો થતો  જરા શિકાર તરફ જવા નીકળ્યો. નજદીક પહોંચતા જ તેના તો હોંશ ઉડી ગયા. ભગવાન શ્રી કૃષ્ણને લોહીથી લથપથ જોઈ જરાને ઘણો પસ્તાવો થઇ રહ્યો હતો પણ હવે શું થાય? તેણે શ્રી કૃષ્ણની ક્ષમા માંગી. તેના પ્રતિઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, “તું ડર નહિ, તે કઈ ખોટું નથી કર્યું. તે મારા જીવનનું અંતિમ કાર્ય કરી આપ્યું છે. તને સ્વર્ગની પ્રાપ્તિ થશે.” બસ આટલું કહેતાંની સાથે તેમનો જીવ જતો રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણનું અવસાન થયુ અને યદુવંશીઓનો પૂર્ણ નાશ થયો.

પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણના શરીરના અંતિમસંસ્કાર કર્યા. બધુંય રાખ થઇ ગયું પરંતુ શ્રી કૃષ્ણનું હૃદય(પિંડ) સળગતું જ રહ્યું. ઈશ્વરના કહ્યા મુજબ, પાંડવોએ શ્રી કૃષ્ણના પિંડને નદીમાં પ્રવાહિત કરી દીધું. પિંડને નદી નીરનો સ્પર્શ થતાની સાથે જ એ પિંડનું ધન સ્વરૂપમાં રૂપાંતરણ થઇ ગયું. સમય જતા આ શ્રી કૃષ્ણનું હૃદય(પિંડ) ધન સ્વરૂપે ભગવાન જગન્નાથજીના પરમ ભક્ત ગણાતા બાહુબલી રાજા ઇન્દ્રધુમ્નને મળ્યું. ઇન્દ્રધુમ્નના સમયમાં બનેલી ઘટનાઓ અને તેના કામોને લીધે તેમની ખુબ નામના હતી.

ઇન્દ્રધુમ્નને ધન સ્વરૂપે મળી આવેલ હૃદયને ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવતી વખતે તેમાં પ્રસ્થાપિત કરી દીધું. આજે પણ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ભગવાન જગન્નાથજીની મૂર્તિમાં સચવાયેલું છે. ઉલ્લેખનીય છે કે, જગન્નાથજીની મૂર્તિ દર ૧૨ વર્ષે બદલવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું હૃદયને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં ચઢાવવામાં આવે છે. મંદિરના પુજારીઓ જે એ મૂર્તિને બદલે છે, તેમનું કહેવું છે કે, તેમની આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવે છે અને હાથ પર કપડું વીટી દેવામાં આવે છે. એટલે આ પિંડને કોઈ સ્પર્શી શકતું નથી. પરંતુ પુજારીઓના કહેવા મુજબ આ પિંડ ખુબ જ મુલાયમ છે.

દરવર્ષે ભગવાન જગન્નાથ પુરીમાં ખાસ રથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથ યાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ૫૦૦૦ વર્ષ પછી પણ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય આજે પણ પુરીમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીની મૂર્તિમાં અંકબંધ રીતે સચવાયેલું છે. જય શ્રી કૃષ્ણ…..

હાર્દિક સવાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here