સંતોષ નુ મહત્વ ….. મરી દ્રષ્ટીએ….. 1

zrukho

આજે આજના માનવીને કોઈપણ વાતનો સંતોષ નથી. એને જેટલું આપો એટલું ઓછું પડે કારણ એને બીજાં લોકો પાસે જે વધારે છે તેજ દેખાય છે અને એની સરખામણી માં પોતે કંઇજ નથી આવું હંમેશા લાગે છે. એનાં કારણે એને પોતાની પાસે જે કઈ છે એનો સંતોષ નથી અને એનું કારણ છે હરીફાઈ ની દુનિયામાં એને પણ આગળ રેહવું છે.

જો હું બીજા જેવું નહિ કરું તો મને લોકો ગણતરી માજ નહિ લે અને એ  આજ કારણ થી આજે માણસ વધારે મહત્વાકાંગસી બની ગયો છે એને કોઈ પણ વાતનો સંતોષજ નથી એ જે મેળવે છે એનાથી  એને હજુ વધારે જોઈએ છે પણ એ ભૂલી જાયછે કે આવું બધું કરવામાં એ એની જિંદગી ના મહત્વના દિવસો કે જેમાં એને આનંદ મસ્તી પોતાના પરિવાર સાથે નું સુખ બધુજ ભૂલી જાય છે અને એ વધુ ને વધુ મેળવવાની લાલચમાં  ઉમર કરતા જલ્દી ઘરડો થઇ જાય છે એને જયારે 50 ની નજીક પોહચે છે તે પહેલાજ માનસિક તણાવ ના કારણે એને બી પી ડાયાબિટિસ અને બીજા અનેક રોગનો ભોગ બને છે અને એનું કારણ ફકક્ત અસંનતોષ જ છે જો માણસ જે છે એમાજ ખુશ રેહતા શિખિજાય તો એને કોઈ શારીરિક પ્રોબ્લેમ થાય જ ના અને એ પોતાના પરિવાર ને પૂરતો સમય આપી શકે એમની દરેક ખુશી માં સામિલ થઇ શકે પણ …. આવું શક્ય નથી કારણ માણસે જાતેજ સંતોષી બનવાનું છે એને બીજું કોઈ સુખી કરી શકે ના..

એક નાની વાર્તા છે…એક છોકરો છોકરી જોવા જાય છે અને છોકરો સુખી ઘરનો ભણેલો ગણેલો દેખાવ અને નોકરી બધું સારું સામે છોકરી પણ દેખાવડી ભણેલી ઘરપણ સારું બધુજ સારું એટલે એમની વાત નક્કી થાય છે અને એકબીજાને સામસામે વાતો કરવા વડીલો એમને કહે છે …તમારે એકબીજાને જે પૂછવું હોય તે પૂછી લો….અને ત્યાંજ છોકરી કહે છે મારે કંઇજ નથી પૂછવું બસ તમે મને ખુશ તો રાખશોને???? અને ત્યાંજ છોકરો કહે છે.

હું તને તારા બધાજ હક્ક આપીશ પૈસા પાવર પોઝિશન સારું ઘર તારી બધીજ જરૂરીયાત પુરી થાય તેનું હું પૂરું ધ્યાન રાખીશ તને એક પત્ની તરીકેના બધા હક્ક અને પ્રેમ આપીશ …પણ તારો પ્રશ્ન હતો કે મને ખુશ તો રાખશોને ??? તો એનો જવાબ છે કે ખુશ તો તારે જાતેજ રેહવું પડે બધુજ હોવા છતાં પણ તને એવું

લાગે કે હજી  કાંઈક ખૂટે છે અને તું દુઃખી રહે કે પછી તું ખુશ ના રહે તો એમાં હું કશુંજ ના કરી શકું  કારણ મારી પાસે જે છે એમાજ તારે સંતોષ સાથે જીવવાનું છે તોજ તને જીંદગી નો સાચો આંનદ માળવા મળશે પણ જો તને બીજાનું સુખ વધારે દેખાશે તો તું શુખી નહિ રહી શકે .બાકી મારા તરફથી તને કોઈ તકલીફ નહિ પડે બસ આજ મારે કેહવું છે અને છોકરી સમજી જાય છે સાચું સુખ શંતોષ માજ છે…એટલે તો કહેવત છે..સંતોષી નર સદા સુખી……

નયના પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here