સંતોષ નુ મહત્વ….. મરી દ્રષ્ટીએ….. 3

zrukho

દુનિયામાં બધા જ લોકો સુખ ની કામના કરે છે.  જયારે આપણે કોઈ સુખી વ્યક્તિ વિશે ચર્ચા કરી એ છીએ ત્યારે આપણા મનમાં આવે છે કે જે વ્યક્તિ સ્વચ્છ છે એ સુખી છે.  જે માનવી નું શરીર નિરોગી છે એ માનવી સુખી છે. થોડું વધારે વિચારીયે તો જેના પાસે ધન-સંપત્તિ,  સમાજમાં  પ્રતિસ્થા, વર્ચસ્વ, સારા છોકરા વહુ હોય તે વ્યક્તિ સુખી છે.

સુખી, એ વ્યક્તિ નથી જેના જોડે અપાર સંપત્તિ છે. બાહ્ય સાધન છે. દરેક જાત ની સુવિધા છે. સુખી એ વ્યક્તિ છે જે દરેક પરિસ્થિતિમાં મસ્ત અને સંતોષી હોય. તેને દરેક કર્યો માં દરેક વસ્તુ માં સંતોષ દેખાય. જે સંતોષ રાખી ને જીવન જીવવાની કલા માં માહિર હોય.

નાનપણ મા એક કેહવત સાંભળી છે. “સંતોષી સદા સુખી ” જે માનવી સંતોષી  છે એ માનવી જીવન માં હંમેશા સુખી જ રહે છે. ગમે તેવી પરિસ્થિતિ નો સામનો કરવો પડે તો પણ હસતા મન થી કરે છે. સંતોષી માનવી ને કોઈ પણ વસ્તુ ની લાલચ નથી હોતી. સંતોષી માનવી પોતાની ઈચ્છા ઓ પર કાબુ મેળવી રાખે  છે. જયારે અસંતોષી  માનવી હંમેશા દુખી ને દુખી જ ફરતો હોય છે. તેના જીવનમાં ઈચ્છા નો કોઈ અંત જ નથી આવતો.

અત્યારે નો માનવી એકબીજા ના રેહન – સહન દેખી ને પોતાનું જીવન બદલવા જાય છે. તેના કરતા કોઈ સારી રીતે જીવતું હોય તો  તેના વાદ લેવાની કોશિશ કરશે. જ્યાં સુધી માનવી આવું જ કરતો રહેશે ત્યાં સુધી તે કદી સુખી કે સંતોષ ની ભાવના નહીં આવે.

અસંતોષ નું બીજું કારણ છે “જીવન જીવવાની અસ્વાભાવિક  રીત”. આજના માનવી એ કુત્રિમ સગવડ વધારે અપનાવી  લીધી છે. અને માનવી એ તેનું જીવન પણ તેના પર આધારિત કરી દીધું છે. આપણે આપણા સમાજ માં જૂઠી શાન અને નામ બનાવવા માટે ખોટા કારણો અને નિયમો અપનાવ્યા છે. જેનું જીવનમાં કોઈ જ મૂલ્ય કે સ્થાન નથી. તે ફક્ત દેખાડો અને ફાલતુ જ છે. માનવી ખોટો દેખાડા માં અને તેવું  જીવન વતીત કરવા માટે ખુબ જ પ્રયત્ન કરે છે.  જેથી જીવન જીવવાનું સંતુલન ખોવાઈ જાય છે.

આપણે રાત દિવસ એક કરીને ખુબ જ પૈસા ભેગા કરીએ છીએ. અને એવું પણ માનીએ છીએ કે આપણી પેઢી ના કામ મા આવશે. પણ કોઈ એ નથી વિચારતું કે આપણી પેઢી ને શું એકલા પૈસા જ કામ માં આવશે?  તેઓ ને સંસ્કાર કે પુણ્ય નથી શીખવાનું?   તેમને પોતાના જીવનમાં કેવીરીતે સંતોષ મેળવો એ કેમ કોઈ નથી શીખવાડતું ? જયારે આપણે જ અસંતોષી છીએ ત્યાં આપણી પેઢી શું શીખવાની.  જો તમે પોતાના બાળકો ને સારા સંસ્કાર આપશો અને તેને સંતોષ રાખતા શિખવાડશો  તો તેના માટે પૈસા ભેગા કરવાની જરૂર જ નથી. તે પોતાની આવડત પર જ તમારા કરતા વધુ કમાઈ લેશે. અને જો અસંતોષ અને સંસ્કાર જ નહીં હોય તો તમારું બધું જ આંખ ના પલકારા માં ખોઈ નાખશે.  એક કેહવત છે. પુત્ર કપૂત તો કા ધન સંચય  પુત્ર સપૂત તો કા ધન સંચય “

અસંતોષ માનવી ના મનમાં   લાલચ, વાસના અને લોભ  હોય છે. જ્યાં લાલચ હોય ત્યાં માનવી એ કમાયેલું પણ ઓછું પડતું હોય છે. જ્યાં લોભ હોય ત્યાં સંતોષ નથી હોતો. લોભ અને સંતોષ બંને વસ્તુ સાથે નથી રહેતી.  લોકો કેમ ભૂલી જાય છે “પૈસા એ જીવન જીવવાનું એક માત્ર સાધન છે.  જીવન નથી ”

જે માનવી ના મન માં સંતોષ શબ્દ ઘર કરી જાય તો માનવી ની બધી જ તકલીફ, મુશ્કેલી ઓ, ચિંતા, પરેશાની બધું જ જાતે જ દૂર થઇ જાય. આજે ના ભાગમ-ભાગ યુગ માં માનવી જોડે બધું જ છે. પણ જે નથી એ છે સંતોષ. એ જ કારણે તે માનવી અસંતોષ થી જ્યાં – ત્યાં  ભટકતો રહે છે. કોઈ ને પૈસા કમાવા છે તો કોઈ ને પ્રતિસ્થા. અને કોઈને તો બંને .  આ કારણે તેમના મન ના અસંતોષ ની ભાવના ઘર કરી જાય છે. અને તેની લાયમાં જ જીવન જીવે છે.

આપણા ઘરડા ઓ કહેતા રહ્યા કે “જે મળે તેમાં જ સંતોષ મેળવો,  સંતોષ હશે તો બધું જ હશે, અને જેના જોડે સંતોષ  નથી એના જોડે બધું હોવા છતાં વ્યર્થ છે.”પેહલા તો લોકો ઘરડા ની સલાહ પણ લેતા પણ આજે ના યુગ માં એમની સલાહ તો દૂર સાંભળવા જ તૈયાર નથી. અને જો કોઈ એ માગ્યા વગર સલાહ આપી તો તરત જવાબ તૈયાર જ હોય કે” બેસો શાંતિ થી તમે ક્યાં જીવનમાં કઈ કર્યું છે તો તમે અમને કહેવા આવ્યા. તમને કઈ ખબર ના પડે. લોકો અસંતોષી ના કારણે એક-બીજા નું માન કરતા ભૂલી ગયા છે. માનવી ના મનમાં  ભાવના, સમ્માન, ઈચ્છા ઓ પર કાબુ આવી જાય ને તો તે માનવી આપો આપ સંતોષી બની જાય. માનવી ને હંમેશા “સંતોષી વૃત્તિ અપનાવી જોઈએ અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ.”

બે દોસ્તો ની વાત છે. વિશાલ અને તરુણ. વિશાલ ખુબ જ હોશિયાર. વિશાલ કોઈ વસ્તુ ની ઈચ્છા કરે એટલે તે જ્યાં સુધી મળે નથી ત્યાં સુધી શાંતિ થી બેસે નહીં. વિશાલ ના મનમાં આવ્યા પછી તો પતી ગયું એ કામ થઈને જ છૂટકો.  બીજી બાજુ તરુણ વિશાલ થી એક દમ અલગ. જ્યાં વિશાલ તેની ઈચ્છા ઓ પુરી કરવા ગમે તે કરે ત્યાં તરુણ ખુબ જ સંતોષી માનવી. તરુણ મેહનત કરે. પણ તેના પાછળ પાગલ ના બને.

વિશાલ અને તરુણ અલગ અલગ ધંધો કરતા. તરુણ કરતા વિશાલ નો ધંધો સારો ચાલતો. વિશાલ જોડે પૈસા, પ્રતિસ્થા, વર્ચસ્વ બધું જ. પણ તે તેના સ્વભાવે દુઃખી થતો. બધું હોવા છતાં તેને એમજ લાગે કે નથી મારા જોડે કઈ. હજી મારે આનાથી વધારે જોઈએ છે. તરુણ પાસે પૈસા તો ખરા. પણ તેને અભિમાન ના આવ્યુ. ખુબ જ સંતોષી માનવી. તરુણ પોતાને ત્યાં કામ કરતા માણસો નું ધ્યાન પણ રાખે. તરુણે ઓફિસ માં પણ ઘર જેવું વાતાવરણ ઉભું કરેલું.

વિશાલ ને પૈસા ની સાથે અભિમાન મફત મા મળી ગયું. અને વિશાલે અભિમાન ને સ્વીકારી પણ લીધું કે તુ મારી સાથે જ રહેજે.  મારા થી અલગ ના થતો. વિશાલ ને હજુ વધારે કમાવાની ઈચ્છા માં ફાલતુ દેખાડો કરવા માં તે વધારે દોડ ધામ કરતો. જેમ જેમ કામ નું ટેન્શન વધે તેમ તેમ વિશાલ  ડિપ્રેસન નો શિકાર બનતો ગયો. ગુસ્સો વધી ગયો. વિશાલ  જોડે પૈસા તો ખુબ જ પણ તેના જોડે સંતોષ નથી. તેના અસંતોષ ના કારણે વિશાલ ની પત્ની, બાળકો, માતા -પિતા  ને પૂરતો સમય ના આપી શકે. અને વારે વારે નાની નાની બાબત પર વિશાલ ગુસ્સે થઇ જાય. ચીડચીડિયા કરે. તેથી ઘરનું પણ વાતાવરણ બગડે. વિશાલ ની પત્ની વિશાલ જોડે દિલ ખોલી ને વાત પણ ના કરી શકે.  વિશાલ ના બાળકો વિશાલ  જોડે રમતા પણ બીવાય.  બાળકો વિશાલ થી દૂર જ રહે. વિશાલ ના આ અસંતોષ ના કારણે ઘરે નું વાતાવરણ પણ તંગ જ રહેતું . બધા રહે તો એક જ ઘરમાં પણ, ઘર ઘર જેવું ના લાગે. એકતા નહીં.

બીજી  બાજુ તરુણ, તરુણ નું ઘર એટલે સ્વર્ગ. કદી કોઈ દિવસ લડાઈ ઝગડો નહીં. તરુણ ની સમજદારી પણ સારી.  ઓફિસ નું ટેન્સન કદી ઘરના માણસો પર હાવી ના થવા દે. રોજ તરુણ તેની પત્ની, બાળકો, માતા -પિતા ને પૂરતો સમય આપવાનો જ. તરુણ ને બધી જ વસ્તુ માં, માનવી માં, ઈચ્છાઓ માં હંમેશા સંતોષી. તરુણ ના આવા સંભાવ ના લીધે ઘર અને ઓફિસ બંને નું વાતાવરણ ખુશ ખુશાલ રહેતું. તરુણ ની ઓફિસ માં કામ કરતા માણસો કદી તેની કંપની છોડીને કઈ જાય જ નહીં. ઘર પણ એટલું જ મસ્ત. તરુણ તેના સંતોષી મન ના લીધે તેને દરેક મા સંતોષ મળી જ રહેતો. પતિ પત્ની દોસ્ત ના જેમ રહે. બાળકો તરુણ સાથે ખુબ જ મસ્તી કરે. તરુણ તેના માતા પિતા ને પૂરતો સમય આપે. એટલે તો કહેવાય છે, “સંતોષી નર સદા સુખી “પરમ સંતોષ મહા સુખમ “

માર્ગી પટેલ

1 COMMENT

  1. સુંદર અભિવ્યક્તિ. સાચે જ સંતોષ એ પરમ સુખ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here