શિકારી કુતરા.

zrukho

એક નાના નગરમાં એક રાજા હતો. એ રાજાની ચર્ચા આજુબાજુના નગરમાં ખાસ થતી એનું કારણ એ હતું કે એ રાજાએ એના રાજ્યમાં કોઈ વ્યક્તિ ગુનો કરે અને જો ગુનો ગંભીર હોયતો એ વ્યક્તિને મોતની સજા આપતો. પરતું આ રાજાની ગુનેગારને મોતની સજા આપાવાની પદ્ધતિ એકદમ અલગ હતી. એણે ૧૦ ખૂંખાર જંગલી કુતરાઓ પાળી રાખેલા હતા અને જે વ્યક્તિને મોતની સજા આપવાની હોય એને એક બંધ પિંજરામાંમાં આ ૧૦ જંગલી કુતરાઓની સામે નાખવામાં આવતો અને ૧૦ કુતરાઓ ગુનેગાર વ્યક્તિ ઉપર તૂટી પડતા અને જોત જોતામાં એ વ્યક્તિનું અસ્તિત્વજ ખલાસ થઇ જતું.

એકવાર એવું થયું કે રાજાના એક સૌથી જુના પ્રધાનના હાથે કોઈ ગંભીર ગુનો થઇ ગયો. એના ગુનાની વાત સાંભળીને રાજા ખુબજ ક્રોધિત થઇ ગયો અને પ્રધાનને કુતરાઓની સામે નાખવાનો આદેશ આપ્યો. સજા આપ્યા પાછી રાજાએ પ્રધાનને પૂછ્યું કે તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો જણાવ. પ્રધાને કહ્યું : “હે રાજાન મેં તમારા એક આજ્ઞાકારી પ્રધાન તરીકે ઘણા વર્ષોથી રાજ્ય અને આપની સેવા આપી છે. મારી તમને એક નમ્ર અરજ છે કે મને સજા આપો એ પહેલા ૧૦ દિવસનો સમય આપો” રાજાએ વિચારીને કહ્યું કે આ પ્રધાનની સજાનો અમલ ૧૦ દિવસ પછી કરવો.

આખરે ૧૦ દિવસનો સમય પૂરો થઇ ગયો એટલે પ્રધાનને રાજાના સૈનિકો પકડીને રાજાની સામે લાવ્યા, જેવો રાજાએ ઈશારો કર્યો એટલે સૈનિકોએ પ્રધાન ને પાંજરું ખોલીને પેલા ૧૦ ખૂંખાર કુતરાઓ સામે નાખી દીધો. પરંતુ રાજા તો જોતોજ રહી ગયો કે આ શું થઇ રહ્યું છે? કુતરાઓ પ્રધાન ઉપર તૂટી પડવાને બદલે પૂછડી હલાવી હલાવી ને પ્રધાનની ઉપર કુદવા લાગ્યા, અને કેટલાક કુતરાઓ તો પ્રધાનના પગ ચાટવા લાગ્યા. રાજા તો આ જોઇને વિચારમાં પડી ગયો કે આ ખૂંખાર કુતરાઓ ને થયું છે શું? કેમ પ્રધાનની ઉપર તૂટી પડવાને બદલે એની સાથે વ્હાલ કરી રહ્યા છે? આખરે રાજાથી રહેવાયું નહિ એટલે રાજાએ પ્રધાન ને પૂછ્યું : કેમ આ કુતરાઓ તારી ઉપર તૂટી પડવાને બદલે તારી સાથે મસ્તી અને વહાલ કરી રહ્યા છે?

ત્યારે પ્રધાને કહ્યું : હે રાજાન જયરે મેં તમારી પાસે ૧૦ દ્દીવાસ ની મુદત માગી ત્યારે પછી ની એક એક ક્ષણ મેં આ બેજુબાન પ્રાણી ઓ ની પાછળ ખર્ચ કરી છે. આ ૧૦ દિવસ મેં આ કુતરો નો ખુબજ ખ્યાલ રાખ્યો છે, એમને નવડાવ્યા છે, ખવડાવ્યું છે, એમની બધીજ જરૂરિયાતો નો ખ્યાલ રાખ્યો છે. એમને મેં ખુબજ વહાલ પણ કર્યું છે. આ કુતરાઓ ખૂંખાર અને જંગલી હોવા છતાં મારી આ ૧૦ દિવસ ની સેવા ભૂલ્યા નથી. પરંતુ મને ખુબજ અફસોસ છે કે તમે મારી ઘણા વર્ષો ની સ્વામી ભક્તિ પણ ભૂલી ગયા અને મને મારી નાનકડી ભૂલ ની આવડી મોટી સજા આપી દીધી. આટલું કહી ને પ્રધાન રોઈ પડ્યો. હવે રાજાને પોતાની ભૂલની ખબર પડી ગઈ હતી એટલે એણે પ્રધાન આઝાદ કરવાનો હુકમ કર્યો અને આગળ થી આવી કોઈ ભૂલ પોતાનાથી નહિ થાય એવી રાજાએ સોગંધ લીધી

બોધપાઠ…. મિત્રો આપણે આપણી લાઈફમાં ઘણીવાર રાજાના જેવું વર્તન તો નથી કરતા ને? ક્યારેક આપણા સ્વજન કે મિત્રની નાની ભૂલમાં આપણે એની સાથે તમામ વ્યવહાર કાપી નાખીએ છીએ. આ વાર્તા આપણે ક્ષમાશિલ બનાવાનો ઉપદેશ આપે છે, અને આપણને કહે છે કે કોઈ ના હજારો સારા કર્યો અને સારી વર્તણુક ને એની કોઈ ભૂલ કે ગેરવર્તણૂકની સામે ક્યારેય નાની ન થવા દેવી. મિત્રો આગળ શેર કરવાનું ભૂલતા નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here