આજની પરંપરાઓ મા ઋષિઓ અને પૂર્વજો ની દીર્ધદ્રષ્ટી…..

zrukho

આજની આપણી જીંદગી મા આવતા તહેવારો હોય કે, પૂજાવિધિ હોય અથવા શું ખાવું અને ક્યારે ખાવું એ અંગે આમ જોવા જઈએ તો ઘણી બધીય બાબતો એવી છે કે એની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોડાયેલો છે. આમ તો આયુર્વેદ એ આપણું જુનું ચિકિત્સા શાસ્ત્ર છે, અને વર્ષમાં આવતી ઋતુઓ અનુસાર તહેવાર અને ખોરાક ની સાથે સાથે ધર્મ ને પણ એવો સુંદર રીતે જોડેલો છે કે આપણા ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું અત્યારે છે એવું મૂક્યું હોય એવું લાગે છે.. કેટલાક ઉદાહરણો…

ભાદરવામાં શ્રાદ્ધ….. કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ માટે અને કાગ ના બચ્ચાને માટે શ્રાદ્ધ કરવાનું કીધું..

ગુજરાતી ડીશ….. દરરોજ શરીરમાં 40 mg જેટલા dietary fibre ની જરૂર હોય છે. એટલે સંભારો રાખ્યો. રોટલી કે રોટલામા વિટામિન હોય fat soluble હોય છે એટલે સાથે oily ખોરાક જેમકે શાક, અથાણું આપ્યું. ભાત માં threlin and lysine નામના amino acid હોતા નથી પણ એ દાળ માં હોય છે એટલે દાળભાત સાથે રાખ્યા. (Nutrition ની આટલી માહિતી હતી એ યુગ માં..)

ઉપવાસ….. આંતરડાં ને આરામ મળે એટલે ઉપવાસ કરવાનું સૂચવ્યું. પણ વિજ્ઞાનિક કારણ થી કીધું હોય તો કોઈ માને નહી એટલે ધર્મ સાથે જોડી દીધું. એવું નથી કે હિન્દૂ માં જ ઉપવાસ છે. મુસ્લિમ માં પણ છે. એ લોકો નોન વેજ ખોરાક ખાઈ એટલે એમના પેટ માં વધુ બેક્ટેરિયા હોય એટલે સતત એક મહિનો ઉપવાસ કરવાનો રમજાન મહિનો.

હોળી અને દિવાળી….. એ mass fumigation program છે. આખા ગામ કે શહેર માંથી બધે ધુમાડો કરીને જીવજંતુઓ મરી જાય એના માટે.(હવે આપણને એ pollution લાગે છે..પણ bike કે car ચલાવતા તો pollution યાદ નહિ આવતું..?!)

શિવજીને દૂધ….. શિવજીને દૂધ ચડે અને બધું દૂધ વહી પૃથ્વીના પેટાળ સુધી જાય..જેથી જે જ્વાળામુખી પેટાળ માં છે એ સમયાંતરે શાંત થતો રહે અને એના લીધે ભૂકંપનું પ્રમાણ ઘટે.

મંદિર….. મંદિર એ વાસ્તવિક તો મન શાંતિ માટે બનાવેલા. મંદિર માં પ્રવેશતાં જ ઘંટ વગાડવાનો, ઘંટ ના અવાજ થી મગજ માં જતા vibration થી મન માં હોય એટલા બધા જ વિચારો શમી જતા. અને ભગવાન એટલે પોતાની સાથે એકાંત.. પોતાની જાત સાથે વાત. (ધર્મ સાથે જોડે એટલા માટે કે લોકો આવે.. બાકી વૈજ્ઞાનિક ભાષા કોઈ માનત કે સમજત નહિ)

પીપળો પાદરે….. પીપળો ફળિયામાં વાવવાનું વિચારીએ એટલે કોઈ વડીલ કેશે કે અપવિત્ર કેવાય આંગણે ન વવાય.. જો પવિત્ર હોય તો પાદરે પૂજા શુ કામ? અપવિત્ર આંગણમાં. કેમકે પીપળો અને વડ ના મૂળ એટલા મજબૂત હોય કે દીવાલ કે મકાન નો પાયો તોડીને નીકળે. તો મકાન નબળું પડી જાય.

પીપળાની પૂજા શુ કામ?….. પીપળા માં થી વધુ પ્રમાણ માં oxygen મળે છે.. એટલે એને જો પાણી મળે દર વર્ષે તો વર્ષો જુના પીપળા જીવતા રહે અને આખા ગામને oxygen મળતો રહે.

સોર્સ – વોટ્સ અપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here