વીરઝારા જેવી એક રીયલ લવસ્ટોરી, ફેસબુક પર થયેલા પ્રેમના કારણે ભોગવી પાકિસ્તાન માં 12 ની જેલ…..

zrukho

મિત્રો, તમે બધાએ શાહરૂખ ની વીરઝારા તો જોઈજ હશે, ના જોઈ હોય તોય વાન્ધો નહી અમે  એ ફિલ્મ જેવીજ  એક રીયલ સ્ટોરી તમને જણાવાં જઈ રહ્યા છીએ. જે હમણાજ આવી છે. આ સ્ટોરી છે. જયપુર ના હામિદ અંસારીની. હામિદ અંસારી પોતાના પ્રેમ ને પામવા માટે પાકિસ્તાન પોહચી ગયા અને ત્યાં પોહચી ને એક એવી ભૂલ કરી જેનાથી એમને પાકિસ્તાનની જેલ માં જવું પડ્યું અને વીર ઝારા ની જેમજ પાકિસ્તાન નાં અને ભારત ના લોકો ના સહકાર થી હમણાં જ છૂટ્યા છે.

તો ચાલો આપને જણાવી દઈએ એમણે ત્યાં પાકિસ્તાન ની જેલ માં કેવા કેવા અત્યાચાર સહન કર્યાં. અને આ અત્યાચારો પછી એમને એમનો પ્રેમ મળ્યો કે નહી. હમિદ અંસારી  ને ફેસબુક ના માધ્યમ થી ૨૦૦૬ ની સાલ માં એક પાકિસ્તાની છોકરી થી પ્રેમ થઇ ગયો હતો. અને એ પોતાના  પ્રેમ માં એટલા ગાંડા થઇ ગયા હતા કે  એ છોકરી ને  મળવા માટે  પાકિસ્તાન જવા તૈયાર થઇ ગયા. અને  પાકિસ્તાન ના વિઝા માટે અરજી આપી પણ એ નામંજૂર થઇ.

પાકિસ્તાન સીધી રીતે  ન જઈ સકતા હોવાથી હમિદ અંસારી  એ પેહલા અફઘાનિસ્તાન જવાનું નક્કી કર્યું અને ત્યાંથી એ પાકિસ્તાનમાં પોહ્ચ્યા. અહી એ છોકરી સુધી પહોચે એ પહેલાં જ એમને પાકિસ્તાન ની પોલીસે જાસુસી ના આરોપસર કેદ કરી લીધા.અને આ વાત છોકરી ના ઘરે જાણ થતાં એમને એ છોકરી ના લગ્ન બીજી જગ્યા એ કરાવી દીધાં.

એમના પર કેસ ચાલ્યો  અને પછી એમણે ૧૦ વર્ષ ની સજા પછી એટલે કે ૨૦૧૬ માં છોડવા ના હતા પણ કેટલાક કારણોસર એમને કેદ માંજ   રાખવામાં આવ્યા. અને હવે ૧૨ વરસ પછી એ ભારત પહોચવામાં સફળ થયા. અને પોતાની સાથે પાકિસ્તાનની જેલ માં થયેલા અત્યાચારો ના અનુભવો લોકો ને જણાવી રહ્યા છે.

અલગ અલગ મીડિયા માં આપેલા ઈન્ટરવ્યું માં હમિદ અંસારી એ જણાવ્યું કે જયારે એ પાકિસ્તાન ની જેલ માં હતા ત્યારે એમને ન્હાવા દેવામાં નોહતું આવતું એના લીધે એમના શરીર માંથી વાસ આવવા લાગી હતી. અને ક્યાંક ક્યાંક કીડા પણ પડી ગયા હતાં. અને દિવસ માં ફક્ત એક મિનીટ જ બાથરૂમ જવા માટે આપતા હતા. અને આવી અનેક રીતો થી એમને યાતનાઓ આપવામાં આવતી હતી .

હવે હમિદ અંસારી ભારત માં આવીને યુવાધન ને એકજ સલાહ આપે છે કે ફેસબુક પર પ્રેમ ના કરો. અને કોઈ પણ પરિસ્થિતિ હોય ક્યારેય કોઈ ખોટો રસ્તો ના પકડો નહી તો જીવન માં દુ:ખી જ થશો. મિત્રો જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો જરૂરથી કમેંટ કરી ને અમને જણાવો અને લાઈક અને શેર જરૂર થી કરજો, તેમજ આવાજ આર્ટીકલ જાણવા અમને ફોલો કરવાનું ના ભૂલતા.

લેખન અને સંપાદન : ઝરુખો ટીમ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here