ગુટખા અને મસાલા ખાવાની ખરાબ આદત થી છુટકારો મેળવવાનો રામબાણ ઇલાજ.

zrukho

આપણે બધાય જાણીએ છીએ કે ગુટખા-મસાલા-તમાકુ ખાવું એ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે, જે આગળ જતાં કેન્સર જેવી જીવલેણ બીમારીને આમંત્રણ આપે છે, અને આખરે આપણે જીંદગીથી હાથ ધોવાનો વારો આવે છે. કેટલાય પરિવાર કુટુંબના મુખ્ય વ્યક્તિની ઓચિંતી વિદાયથી નિરાધારની સ્થિતિમાં આવી જાય છે. જેમ દારૂ જેવી નશીલી વસ્તુનું સેવન કરવાથી એની આદત પડી જાય છે, એવું જ કંઇક ગુટખા-મસાલા-તમાકુના મામલામાં છે. જો તમે એકવાર ખાવાનું ચાલુ કરો પછી તમેં એના વિના રહી ન શકો, અને દૈનિક ગુટકા ખાતા થઈ જાવ, પછી એ ખાવાની માત્રામાં વધારો થતો જાય.

તમારા ઘરના સભ્યો તમને ગમે તેટલી સલાહ આપે કે ટકોર મારે, પરંતુ તમે ગુટખા-મસાલા-તમાકુને નથી છોડી શકતા, અને એના એટલા આદી થઇ ગયા હોવ છો કે તમને એને ખાવાથી નુકસાન થવાની ખબર હોવા છતા આપણે એ ખાતા જ હોઈએ છીએ. કેટલીકવાર આપણે ઘરના સભ્યોને સામે નહીં તો પણ એકાંતમાં ચોરીછૂપીથી પણ ગુટકા ખાતા હોઈએ છીએ. તમને ખાસ જણાવીએ કે ગુટખા-મસાલા-તમાકુ ખાવાથી કેન્સર જેવી ભયંકર જીવલેણ બીમારી થઇ શકે છે.

સ્વાભાવિક છે કે ગુટખા-મસાલા-તમાકુ નું સેવન કરવાનું છોડવું એટલું આસાન નથી હોતું, કારણ કે આપણે એના ગુલામ થઈ ગયા હોઈએ છીએ. ઘણાલોકો એ ગુટખા-મસાલા-તમાકુ ને છોડવા માટે ડોકટરનો કે બજારમાં મળતી દવાઓનો પણ ઉપયોગ કરે છે પરંતુ ગુટકા છુટતા નહિ અને આપણે ખર્ચો કરેલો વ્યર્થ જાય છે. આપણને ખબર નથી હોતી કે ગુટખા છોડવા માટેનો અક્શીર ઈલાજ, આપણા રસોડામાં જ છે, અને એનો કોઈ ખર્ચ પણ કરવો પડતો નથી, તો આવો જોઈએ એ કયો ઉપાય છે કે જેનાથી તમે આસાનીથી ગુટખા-મસાલા-તમાકુ છોડી શકો.

આશ્ચર્યની વાત તો એ છે તમને બધા પ્રકારના અને ગુટકા તમાકુ ખાવાની આદત છે તો એનાથી છૂટવા માટે તમારે આ મિશ્રણ ઘરે બનાવવાનું છે. આ મિશ્રણ બનાવવા માટે ૧૦૦ ગ્રામ વરિયાળી, ૧૦ ગ્રામ અજમો અને જરૂરિયાત પ્રમાણે સિંધવ (સેંધા નમક) આ ત્રણ વસ્તુઓ લેવાની છે. આ ત્રણે વસ્તુ દર્શાવેલ માત્રામાં લીધા પછી એને વ્યવસ્થિત મિક્સ કરી દો, પછી એની અંદર બે લીંબુ નો રસ નીચોવવો અને મિક્ષ કરીને થોડા સમય માટે રહેવા દેવું, પછી એ મિશ્રણને તવી ઉપર ધીમા તાપે શેકી લેવું, આ મિશ્રણ તૈયાર થાય એટલે કાચની શીશીમાં ભરી લેવું, તમારે દૈનિક ધોરણે વાપરવા માટે તમે એને તમારા ખિસ્સા માં પાન રાખી શકો છો, જ્યારે પણ તમને ગુટખા-મસાલા-તમાકુ ખાવાનું મન થાય તો આ મિશ્રણનો ઉપયોગ કરવો, તમને ગુટખા-મસાલા-તમાકુ ખાવાનું યાદ પણ નહિ આવે.

મહત્વની વાત એ છે કે આ મુખવાસ ખાવાથી તમારું પાચનતંત્ર સુધરશે, અને લીધે તમારા લોહી ગંદકી હશે તો એ પણ સાફ થશે, મિત્રો આ મુખવાસ ની કોઈ સાઇડ ઈફેક્ટ નથી, તેમ છતાં જો તમને જરૂર લાગે તો તમે આયુર્વેદિકના જાણકારની અથવા તો વૈદ્યની સલાહ લઈ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here