ગણેશજીની સ્થાપના આપણે કેમ કરીયે છીએ?

zrukho

હિન્દુ ધર્મના ઇષ્ટ દેવ એવા ગણેશજી એ શિવ-પાર્વતીના પુત્ર છે. ગણોના સ્વામી હોવાને કારણે તેમને ગણપતિ પણ કહેવાય છે. કોઈ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઈ દેવી-દેવતા પ્રચલિત નહિ હોય તેટલા શ્રી ગણેશજી છે. વિક્રમ સવંત ભાદરવા સુદ ચોથ (ગણેશ ચોથ) ના દિવસે ભારતભરમાં ઠેર ઠેર આપણે ગણપતિબાપાને બેસાડીયે છે. પણ કેમ ? તેનું કારણ બહુ ઓછા લોકો જાણતા હશે.

આપણા ધર્મગ્રંથોમાં જણાવ્યા મુજબ મહાકાવ્ય મહાભારતની રચના ભગવાન વેદ વ્યાસજીએ કરી હતી. પરંતુ તેમનાથી મહાકાવ્યનું લખાણ શક્ય થતું ન હતું. લખાણ કરવું જરૂરી હતું કે જેથી ભવિષ્યની પેઢીઓ મહાભારત વિશે જાણી શકે. એટલે ભગવાન વેદ વ્યાસજીએ ગણપતિજીનું આહવાન કર્યું અને મહાકાવ્ય મહાભારતનું લખાણ કરવા વિનંતી કરી. મહાકાવ્યનું લખાણ ઘણું લાબું હતું અને તે દિવસ-રાત ચાલે તેમ હતું. લખાણ દરમિયાન અન્ન પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવાનું હતું. એકધારું બેસી રહવાથી ગણેશજીના શરીરનું તાપમાન વધી ન જાય તેના માટે વ્યાસજીએ યુક્તિ કરી ગણેશજીના શરીર પર માટીનો લેપ લગાડી દીધો અને ભાદરવા સુદ ચોથના રોજ પૂજા કરી લખાણ શરૂ કર્યું.

દિવસ-રાત કરી દસ દિવસ સુધી મહાકાવ્યનું જે દિવસે લખાણ ચાલ્યું. જે દિવસે લખાણ સમાપ્ત થયું તે દિવસે અનંત ચૌદસ હતી. માટીના લેપને લીધે ગણેશજીનું શરીર અકળાય ગયું હતું. તથા વેદવ્યાસજીએ ગણેશજી તરફ જોતા તેમને જણાયું કે એમના શરીરનું તાપમાન ઘણું જ વધી ગયું હતું. ગણેશજીના શરીરનું તાપમાન ઓછું કરવા અને તેમના શરીર પરના માટીનો લેપ દૂર કરવા ભગવાન વેદ વ્યાસજીએ ગણેશજીની પાણીમાં પધરામણી કરી.

ભગવાન વેદ વ્યાસજીએ પૂરા દસ દિવસ સુધી ગણેશજીના મનગમતા ભોજન કરાવ્યા. બસ ત્યારથી જ શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જનની પ્રથા છે જે દરેક પરિવાર પોતાના ઘરે કરતા આવ્યા છે અને હાલ કરી રહ્યા છીએ. આઝાદ ભારતના લોકમાન્ય તિલકે આ પ્રથાને સાર્વજનિક ગણેશોત્સવનું સ્વરૂપ આપી આપણને એક ઉત્સવ આપ્યો છે.

હાર્દિક સવાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here