જો તમે ઈંડા ખાતા હોવતો જાણી લેજો આ અતિ મહત્વની વાતો નહીતર જિંદગીભર પસ્તાસો.

zrukho

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની તંદુરસ્તી બાબતે ખુબજ સજાગ છે. તંદુરસ્ત રહેવા માટે પોષ્ટિક ભોજન લેવું ઘણું અગત્યનું છે. આપણી સામે ઘણાબધા પોષ્ટિક આહાર છે પરંતુ આપણને એ આહાર ક્યારે અને કેવીરીતે લેવો એની ખબર નહિ હોવાના લીધે આપણા શરીરને જોઈએ એટલા પ્રમાણમાં ફાયદો થતો નથી. ઘણા લોકોની ખોરાક ખાવાની માત્રા વધુ હોય છે, પરતું વધુ ખાવા છતાં એ ખાધેલા ખોરાકની એમના શરીર ઉપર જે અસર થવી જોઈએ એ પ્રમાણમાં નથી થતી. એના માટે બે કારણ હોઈ શકે, પહેલું કારણ , એમની પાચન ક્રિયા નબળી હોઈ શકે, અથવા બીજું કારણ એમને ખોરાક ક્યારે અને કેવીરીતે ખાવો જોઈએ, એના જ્ઞાન નો અભાવ હોઈ શકે.

નોંધ – મિત્રો અમે તમને ઈંડા ખાવા જોઈએ કે નહિ એ બાબતે સલાહ નથી આપતા પરતું જો તમે ખાતા હોવ તો કેવી રીતે અને ક્યારે ખાવા જોઈએ એ અંગેનું માહિતી આપી રહ્યા છીએ.

zrukho
source

આજે આપણે એક એવા આહારની ચર્ચા કરવાના છીએ જો એ આહારને સાચી પદ્ધતિથી ખાવામાં આવે તો એના આપણે ઘણાબધા ફાયદા મેળવી શકીએ છીએ. આમતો ઘણાબધા લોકો લાઈફમાં ઈંડા ક્યાંક ને ક્યાંક તો ખાતાજ હોય છે. ઈંડા ખાવાના ઘણા ગેરલાભ છે તો એની સામે ઘણા લાભ પણ છે. જો ઈંડાને ખવા હોય તો કઈરીતે અને ક્યારે ખાવા જોઈએ તો શરીર ને ખુબ લાભ થાય. કેટલાકના દૈનિક ખોરાકમાં ઈંડાનો ઉપયોગ સામાન્ય હોય છે. પરતું તેમના શરીર પર રોજ ઈંડા ખાવા છતા કોઈ ફરક કે ફાયદો દેખાતો નથી, એનું કારણ ઈંડા ખાવાની ખોટી પદ્ધતિ છે. આવો જોઈએ ઈંડા ખાવાની સાચી પદ્ધતિ, એના લાભ અને ગેરલાભ.

ઈંડા ખાવાના ફાયદા – ૧… જો તમે શારીરિક રીતે દુર્બળ હોવ તો તમારે ઈંડાને દૂધની સાથે ફેટીને એ દૂધ પીવું જોઈએ. આમ કરવાથી થોડક દિવસોની અંદર તમારા શરીરમાં એક શક્તિનો સંચાર થશે અને એની અસર ચહેરા ઉપર દેખાવા માંડશે. તમારું શરીર સ્ફૂર્તિલું લાગવા માંડશે. ૨… ઈંડા માં વિટામીન B12 હોવાથી તેને દૂધની સાથે ફેટીને પીવાથી તમારા મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે. 3…આજકાલ સામાન્ય રીતે ઘણાલોકો મોબાઈલ કે ટેબલેટ વાપરતા હોય છે અને ઘણાની જોબ કોમ્પ્યુટર ઉપર હોવાથી વધુ સમય એમનો કોમ્પ્યુટરની સામે વીતતો હોય છે, આના લીધે આવા લોકોની આંખોની રોશની ઝડપથી ઓછી થતી હોય છે. આવા વ્યક્તિઓએ સવારે નાસ્તામાં દરોજ બાફેલા ઈંડાનો ઉપયોગ કરવો જોઈએ . ઈંડામાં રહેલા વિટામીનના “A” કારણે આંખોને વધુ ફાયદો થાય છે. ૪… જે લોકો ઈંડાનો ઉપયોગ કરતા હોય તેમ છતાં દુર્બળતા એમનો પીછો છોડતીના હોય એમણે બાફેલા ઈંડાની સાથે થોડા બાફેલા દેશી ચણા અથવા બાફેલા સોયાબીન ખાવા જોઈએ. પહેલા બાફેલા ઈંડા ખાવા પછીથી બાફેલા દેશી ચણા અથવા બાફેલા સોયાબીનના ખાવાથી તમારા શરીરની દુર્બળતા ઘણી ઝડપથી દુર થાય છે. ૫… ઈંડા માં “ફોલિક એસીડ” રહેલો હોવાથી એ આપણા શરીરનું કેન્સરની સામે રક્ષણ કરે છે. ૬… ઈંડામાં પ્રોટીનની માત્રા વધુ હોવાથી આપણા શરીરના મસલ્સને વધુ મજબુત કરે છે એના લીધે સાધના દુખાવામાં રાહત રહે છે. ૭… ઈંડામાં કેલ્સિયમની માત્રા વધુ હોવાથી દાંત મજબુત બને છે

ઈંડા ખાવાથી થતું નુકસાન – ૧… ઈંડા ખાવાથી જેમ ફાયદા થાય છે એમ નુકસાન પણ થાય છે. ઈંડામાં ફાયબરની માત્ર હોવાથી નુકસાન પણ થઇ શકે છે. ઈંડાની અંદર જે પીળા ભાગનો હિસ્સો હોય છે, એમાં ફાઈબરની માત્ર વધુ પ્રમાણમાં હોય છે, માટે તમે જયારે ઈંડા ખાવ ત્યારે એ પીળા હિસ્સાને કાઢી નાખવો અને પછીજ ઈંડાનો બાકીનો શેષ સફેદ ભાગજ ખાવો. ૨… ઈંડા વધુ પડતા ઠંડીની ઋતુમાં ખવાતા હોય છે, એનું કારણ ઈંડામાં વધુ માત્રામાં ગરમી રહેલી છે માટે. આથી જયારે તમે ઈંડા ખાવ ત્યારે ઈંડાની સાથે ઠંડી વસ્તુ ખાવી જોઈએ નહિ. 3… ઈંડાને પુરેપુરા બાફવા જોઈએ અધૂરા બાફેલા ઈંડામાં અને તેની છાલમાં “સલ્મોનેલા” નામના બેક્ટેરિયા હોવાને લીધે ફૂડ પોઈઝન થવાની શક્યતા રહે છે. ૪… ઈંડાની અંદર રહેલા પીળા ભાગમાં કોલેસ્ટ્રોલની માત્રા વધુ હોવાથી જો પીળા ભાગને ખાવામાં આવેતો હાર્ટના પ્રોબ્લેમ થવાની શક્યતા રહે છે. ૫… ઈંડામાં રહેલો પીળો ભાગ ખાવાથી બ્લડમાં શુગરનું લેવલ વધી શકે છે જેથી ડાયાબીટીસ થવાની શક્યતાઓ વધે છે. ૬… ઈંડામાં સલ્ફરની માત્રા વધુ હોવાથી પેટની તકલીફો જેવી કે પેટમાં દુખવું, ડાયેરિયા થવાની શક્યતા રહે છે.

ઈંડા ને ખાવાની રીત – ૧… જો તમે ઈંડા ખાવાના શોખીન હોવ તો ઈંડાને પાણીમાં બાફીને ખાવા જોઈએ. બાફેલા ઈંડામાં કોઇપણ પ્રકારના મિર્ચ મસાલાનો ઉપયોગ કરવો નહિ. ૨… ઈંડા ને સંપૂર્ણપણે પકવીને ખાવા જોઈએ, અધૂરા પકવેલા ઈંડા ક્યારેય ન ખાવા. 3… ઈંડામાં બાફીને અંદરનો પીળો ભાગ કાઢીને સલાડમાં મિક્ષ કરીને ખાવાથી સલાડની ન્યુટ્રીશન વેલ્યુ વધે છે. ૪… ઈંડાને કેળા સાથે ખાવાથી શરીરના એનર્જી લેવલમાં વધારો થાય છે. ૫… ઈંડાને મીઠાના પાણીમાં 30 મિનીટ સુધી ડુબાડી રાખવા, જો ઈંડા પાણીમાં ડુબી જાય તો સમજવું કે ઈંડા તાજા છે અને જો પાણી ઉપર તરે તો સમજવું કે વાસી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here