દાગતર (ડૉક્ટર) કે દેવતા…..? (સત્યઘટના)

રાત્રીના અઢી-પોણાત્રણ વાગ્યે કોઇએ ડોરબેલ વગાડી ….! “એ ખોલુ છુ” અંદરથી અવાજ આવ્યો અને મક્કમ ચાલ અને ચહેરા ઉપર સવારના ફુલોમા જેમ જાકળ હોઇ તેવી તાજગી સાથે એક વ્યક્તિ બહાર આવી….! નઇ કોઇ થાક કે નઇ ચહેરા કોઇ ઉપર અણગમો કે નતો ગુસ્સો ને જેમ એક ઘોડીયામા સુતુ બાળક કોઇપણ સમય જોયા વગર જાગીને રમવા લાગી જાય તેવી જ રીતે આવેલ વ્યક્તિ ગમે તે સમયે કોઇપણ જગાડે બાળક જેમ રમવા લાગે તેમ પોતાની ફરજમા લાગી જાય…..!

બોલો ભાઇ અત્યારે કેમ આવવાનુ થયુ આ મુશળધાર વરસાદમા…? “સાહેબ મારી ૧૨ વર્ષની દિકરી ખુબ બીમાર છે અને જેવી ઉભી થાય કે બેસવા જાય બેભાન જેવી હાલત થય જાય છે” લાવો જોવતો કેમ છે દિકરીને ? દિકરીને તપાસીને તરત ડૉક્ટર સાહેબે એક ઇંજેક્શન આપી અને દિકરીના પિતાને કહ્યુ ભાઇ આ દિકરીને શરીરમા બ્લડની કમી છે તમે સવારમા તમારા કોઇ સારા ઓળખીતા ડૉક્ટર પાસે તેની સારવાર કરાવો. જી સાહેબ ! પણ સાહેબ અત્યારે જવી તો કોઇ વાંધો ? અરે કોઇ વાંધો નઇ ! લઇ જાઓ,પણ અત્યારે ક્યાં જશો ? સાહેબ અમદાવાદ લઇ જઇએ ? હા લઇ જાવ પણ ત્યાં કોઇને દેખાડશો ? ત્યાં અમારા સગાના ઓળખીતા ડૉકટર છે તેમને ત્યાં લઇ જઇશુ.

બવ સારૂ લ્યો પણ આ દિકરીને સુતા સુતા જ લઇ જજો કેમકે ઉભી કરશો એટલે તરત એવી જ સ્થીતી થશે. અને ઘરેથી ગાડી લઇને આવેલા છો કે વ્યવસ્થા કરાવી દંઉ ? ના સાહેબ ગાડી છે. સારૂ તમે ઉભા રહો એમ કહી સાહેબ અંદર જઇ ત્રીસ હજાર રૂપિયા લાવી આવેલ દિકરીના પિતાના હાથમા આપી કહેવા લાગ્યા કે, ભાઇ અમદાવાદ મા પૈસાની જરૂર પડે તો ? અત્યારે તમે આ વરસાદમા ક્યાં અડધી રાત્રે ક્યાં લેવા જશો ? ત્યાં કોઇ જરૂર પડે તો મને ફોન કરી જણાવજો મદદ મળી જશે.

આ સંવાદ હતો એક પેશન્ટના પિતા એટલે કે મારા કાકા તથા અમારા વિસ્તારના ખ્યાતનામ ડૉક્ટર કે જેને લોકો કળથીયાભાઇ સાહેબ કે કળથીયાસાહેબ (ડૉ.જી.વી.કળથીયા) ગઢડા વાળા તરીકે ઓળખે છે સાહેબનુ પુરૂ નામ તો કદાચ એમના કોઇ અંગત હશે તેમને જ ખબર હશે અને જેમ ગઢડામા ભગવાન સ્વામિનારાયણનુ મંદિર પ્રખ્યાત છે તેમજ અમારા આ ડોક્ટર સાહેબ પણ અમારા વિસ્તારમા એટલા જ પ્રખ્યાત અને પાછા ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત પણ ખરા !

એકદમ મળતાવડો સ્વભાવ ચહેરા ઉપર આજે કદાચ ૭૦ વર્ષની ઉમર વટાવી ચુક્યા હશે પણ થાક દેખાવાની હિમ્મત નથી કરતો કેમકે તેમને પોતાનુ સંપુર્ણ જીવન બીમાર લોકો ને અર્પણ કરી દિધેલુ છે કદાચ એના જ પરીણામ સ્વરૂપ આજે અમારા ગઢડા ભાવનગર બોટાદ વિસ્તારના લોકો નાની હોઇ કે મોટી બીમારી પહેલા સાહેબ પાસે સલાહ લેવાનુ ચુકતા નથી.

અને ફિ પણ કેટલી? એક સારી ચોકલેટ જેટલી. મને યાદ છે જ્યારે હું નાનો હતો અને બીમાર પડતો ત્યારે મને સાહેબ પાસે લઇ જતા ત્યારે સાહેબની ફી માત્ર ૫ (પાંચ) રૂપિયા હતી અને આજે આટલા વર્ષ થયા કોઇ ફાઇલ નહી, કોઇ એડવાન્સ ફી નહી અને જારૂર ન જણાય તો લેબોરેટરી પણ નહી. અને કોઇ દરદી સાહેબને લેબોરેટરી કરાવવા બહુ જ પ્રેશર કરે તો સાહેબ કહે ભાઇ બહુ પૈસા વધી ગયા હોઇ તો ચકલાને ૧૦૦/- રૂપિયાની ચણ નાખી આવજો એના પુન્યે તમારે મારી પાસે આવવાની જરૂર નહી પડે…..!

કોઇ દિવસ ચેહરા ઉપર ક્રોધ નહી અને મજાકવાળા મુડના કારણે દર્દિઓ કે દર્દિઓના સગાઓ સાથે ટીખળ કરી બધાને હસાવે ! પાછા કહે પણ ખરા કે લીલા શાકભાજી ન એ ફળ ખાવ. બીમાર પડ્યા પછી ફળ-ફળાદી ખાવાથી કાંઇ ફેર નો પડે અને ભગવાને ઘરના ગાય-ભેંસ દિધા છે તો ચોખ્ખુ દુધ ખાવ વેચ્યા વગર તો મારી ગરજ નઇ પડે

સાહેબનો સ્વાભાવ પણ મજાકીયો એટલે જો કોઇ ઉમરલાયક દાદા બીમાર પડે તો દર્દિને પછી તપાસવાના પહેલા પોલીસ જેમ એ વડીલની સાહેબ અંગ જડતી કરે અને ગેર કાયદેસર મુદ્દામાલ શોધી કાઢે અને મુદ્દામાલમા હોઇ મસાલો કે બીડી બજર અને સાહેબ પણ ખોટો ગુસ્સો કરીને કહે, કેમ દાદા વેલાછતા મરી જવુ લાગે છે..! હા,સાહેબ હવે તો જીંદગી જોઇ લીધી. અરે હોઇ કાંઇ,એમ થોડા મરવા દેવાના છે તમને, હજુ તો તમારા પૌત્રાના લગનમા તમારે ઠેકડા મારવાના બાકી છે !

એકવાર એક ભાઇ સાહેબ પાસે આવીને કહે “સાહેબ હું જમી નથી શકતો ! સાહેબ કહે “ કેમ ભાઇ કોઇ વ્યસન છે ?” તો કે હા- મસાલા ખાવ છુ આખા દિવસના ૧૦-૧૨ જેટલા ! સાહેબ કહે “ જો આખા દિવસના ૧૦-૧૨ મસાલા ખવાતા હોઇ તો પછી જમવાની શું જરૂર ?

14 વર્ષ પહેલા મારા મામાની 3 વર્ષની બેબી ને તાવ આવી જતો અને હાથ પગના સાંધામા સોજો આવી જતો હતો. સુરેન્દ્રનગરમા ડૉક્ટર સાહેબો પાસે ફેર ન પડતા મારા બાપુજી ડૉ.કળથીયા સાહેબ પાસે લઈ ગયેલા અને સાહેબે બેબીને જોઈને વગર રિપોર્ટે મારા મામાને બહાર મોકલી મારા બાપુજીને કહેલુ કે “દરબાર મારો બધો અનુભવ આજે ખોટો પડે એવુ હું ઈચ્છુ છુ” મારા બાપુજી કહે:કેમ સાહેબ ? શું કહે છે તમારો અનુભવ ને નિદાન ? આ બેબીને હોય નો હોય પણ લક્ષણો બ્લડ કેન્સરના છે એ પણ લાસ્ટ સ્ટેજના કદાચ આ બેબી એક માસ માંડ કાઢશે. હું તમને કહુ તે રિપોર્ટ કરાવી આવો ભાવનગરથી!

અને ખરેખર રીપોર્ટમા બ્લડ કેન્સર જ આવ્યુ. સાહેબે કહ્યુ કે હવે ક્યાંય ખોટા દોડા ન કરતા પૈસાનો વ્યય ન કરતા આની સેવા કરો. તે સમય હતો નવરાત્રીનો અને મારા મામાની 3 વર્ષની દિકરી દિવળીના દિવસે જ દેવ થઈ ગયેલી. વગર રીપોર્ટે આટલુ સચોટ નિદાન કરવા વાળા અને સાચી સલાહ આપનારા ડૉક્ટર છે કળથીયાસાહેબ આજે પણ કોઇ આર્થિક પરીસ્થીતી નબળી હોઇ તેવા દર્દિઓ આવે તો કળથીયાસાહેબ પોતાની ફિ તો નથી જ લેતા ઉપરાંતમા મેડીકલમા થતા દવાના પૈસા પણ દર્દિ વતી ચુકવે છે.

રાત્રીના સમયે કોઈપણ આવે, અમીર કે ગરીબ, ગમે ત્યારે આવે અને ગમે એટલા આવે રાત્રીના સમયે આવતા દર્દીની ફિ પણ લેતા નથી. બીજે દિવસે દેખાડવા આવો ત્યારે ફિ લેવી હોય તો લેવાની નકર જય ભગવાન. અમુક અમુક કાયમી આવવા વાળા દર્દિ તો સાહેબને મોઢા મોઢ કહે કે “સાહેબ તમે તો ઈન્જેક્શનમા પાણી ભરીને આપી દો તો પણ મટી જશે અમારી બિમારી એટલો વિશ્વાસ છે”

અત્યારની હોસ્પીટલોમા જ્યાં ગળાકાપ ફિ લેવાતી હોઇ અને છ્તા સંતોષ કારક ઇલાજ ન થતો હોઇ અને વધારાની વિઝીટના પણ જ્યાં ડબલ પૈસા લઇને દર્દિને સારવાર અપાતી હોઇ તેવા સમયમા ન જીવા દરે અને ગમે તે સમયે દર્દિને સારવાર આપતા ડૉ.કળથીયા સાહેબ જેવા દેવરૂપી ડૉક્ટરો કેટલા ? છે કોઇ આવા ડૉક્ટર આપના ધ્યાને ? જો હોઇ તો તે ડૉક્ટર નથી પરંતુ માનવ દેહમા બધાનુ કલ્યાણ કરવા આવેલા ધન્વંતરીનો અવતાર જ જાણજો અને તેને દેવ તોલ જ માનજો. અસ્તુ.

આદિત્યરાજસિંહ ગોહિલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here