દેશનો હીરો બનેલા દિનેશ કાર્તિકની પત્ની છે ખૂબજ સુંદર, એની આગળ બૉલીવુડની હિરોઈનો પણ ઝાંખી લાગે.

zarukho

માર્ચ-૨૦૧૮ માં શ્રીલંકામાં રમાયેલી ત્રિકોણીય સીરીઝની ફાઈનલ મેચમાં ભારતને બાંગ્લાદેશ સામે અકલ્પનીય વિજય અપાવનાર વિકેટકીપર બેસ્ટમેન દિનેશ કાર્તિક દેશના ક્રિકેટ પ્રેમીઓનો હીરો બની ચૂક્યો છે. અત્યારે રમાઈ રહેલ IPL-11 સીરીઝમાં દિનેશ કાર્તિક કલકત્તાની ટીમના કેપ્ટન રૂપે મેદાન ઉપર નજર આવી રહ્યો છે. IPL-11 ની સીઝન માટે કલકત્તા એ ૭.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. દિનેશ કાર્તિકે ૧૦ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું અને ૨૦૦૨ માં એણે ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં પગ મૂક્યો.

zarukho
source

દિનેશ કાર્તિકે ૧૪ વર્ષની આંતરરાષ્ટ્રીય કેરિયરમાં જેટલી પ્રશંસા નહીં મેળવી હોય એનાથી વધુ પ્રશંસા ત્રિકોણીય સીરીઝમાં મેળવી. અત્યારસુધી દિનેશ કાર્તિકનું ટેલેન્ટ મહેન્દ્ર સિંહ ધોનીની પાછળ દબાઈ ગયું એનું કારણ ધોની અને દિનેશ કાર્તિક બંને વિકેટ કીપર તરીકેની ફરજ બજાવે છે, ધોની વિકેટકીપરની સાથે-સાથે એક સફળ કેપ્ટન પણ રહી ચૂક્યો છે, અને એના સારા પ્રદર્શનને કારણે દિનેશ કાર્તિક ભારતીય ટીમનો હિસ્સો બની શક્યો નથી. પરંતુ હવે દિનેશ કાર્તિકે ફાઇનલ મેચમાં જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી એની સામે ધોની એ ભૂમિકામાં ફિક્કો નજર આવવા લાગ્યો છે, એટલે હવે દિનેશ કાર્તિકનું સ્થાન ભારતીય ક્રિકેટ ટીમમાં ચોક્કસ બનશે એવું લાગી રહ્યું છે.

zarukho
source

આજે અમે તમને દિનેશ કાર્તિકના વિશે નહીં પરંતુ એની પત્ની વિષે બતાવવાના છીએ. દિનેશ કાર્તિકની પત્ની ખૂબજ સુંદર છે. એની ખુબસુરતી એટલી જોરદાર છે કે એના આગળ બૉલીવુડની હિરોઈનો પણ ઝાંખી લાગે. દિનેશ કાર્તિકની પત્નીનું નામ છે દીપિકા પલ્લીકલ. દીપીકા ભારતની મહિલા ટીમની સ્કોવ્શ ની ખેલાડી છે. દીપિકાને પદ્મશ્રીના પુરષ્કારથી પણ સન્માનિત કરવામાં આવેલી છે.

zarukho
source

દિનેશ કાર્તિક પોતાની અંગત લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહેલો છે. એની પહેલી પત્ની એ એનો સાથ છોડીને બીજા ભારતીય ક્રિકેટરનો હાથ પકડી લીધો હતો, અને આ બાજુ દિનેશ કાર્તિકે સ્કવોશની મહિલા ખેલાડી દીપિકા પલ્લિકલની સાથે લગ્ન કરી લીધા. અંડર-૧૯ વર્લ્ડકપ ની ભારતીય ટીમમાં જોરદાર પ્રદર્શન ના કારણે એ જ વર્ષે ભારતની ક્રિકેટ ટીમમાં દિનેશ કાર્તિકનું નામ નક્કી થઇ ગયું હતું. આ સમયગાળા દરમ્યાન દિનેશ કાર્તિક નું અફેર એની બાળપણની મિત્ર નિકિતા સાથે ચાલતું હતું.

zarukho
source

દિનેશ કાર્તિક નિકિતા સાથે લાબા સમયથી ડેટ કરી રહ્યો હતો, પછી એણે ૨૦૦૭ માં નિકિતા સાથે લગ્ન કરી લીધા અને ૨૦૧૨ માં એ બંનેના લગ્ન તૂટી ગયા. એ સમયે વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર મુરલી વિજયની નિકિતા સાથેની નજદીકી વધવા લાગી હતી. ૨૦૧૨ માં IPL-5 ની સીઝન દરમ્યાન દિનેશ કાર્તિકની પત્ની નિકિતા અને મુરલી વિજયનું અફેર ચાલુ હતું.

zarukho
source

જ્યારે દિનેશ કાર્તિકને એ વાતની ખબર પડી ત્યારે એણે નિકિતા સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય લઈ લીધો. ૨૦૧૨ માં નિકીતાના ડિવોર્સ થયા એટલે મુરલી વિજયે નિકીતા સાથે તુરંત લગ્ન કરી લીધા. દિનેશ કાર્તિકે દીપિકા પલ્લિકલ સાથે છેલ્લા બે વર્ષથી ડેટ કરતો હતો અને એણે ૨૦૧૫ માં લગ્ન કરી લીધા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here