દહી-કેળાં નુ રાયતુ.

zrukho

ઉનાળો આવે એટલે બસ ગરમીનાં ત્રાસથી મોઢાને તાળા લાગે અને જઠર આંદોલન પર આવી જાય છે. જમવાનું તો મન જ ના થાય. એમાં પણ બપોરનું ભોજન તો કમને લેવું પડે છે પણ જો આ જ ભોજન સુરુચિકર લાગવા માંડે તો..!!?સ્વાદની સાથે ગુણકારી પણ નીવડે તો? તો શું અત્યારે જ અને આજથી જ ચાલુ કરી દઈએ એમ જ ને..!? હા તો ચાલો ફટાફટ નોંધી લો આ સુગ્રાહ્ય,સુરુચિકર દહીકેળનું રાયતું.

આવશ્યક સામગ્રી: (૧) બે તાજા પાકેલા કેળાં. (૨) બે વાટકી તાજું દહી (વધુ ખાટુ ના હોય તેવું) (૩) બે-ત્રણ લીલા મરચા (૪) 7-8 કાળા મરીનો બારીક ભૂકો (૫) ચપટી જેટલા રાયના કુરિયા (અર્ધી ચમચી) (૬) દોઢ ચમચી ખાંડ (૭) નમક સ્વાદાનુસાર (૮) ધાણાભાજી (સ્વાદ અને સજાવટ માટે)

બનાવવાની રીત: સૌ પ્રથમ બંને કેળાની છાલ ઊતારીને એક પાત્રમાં શક્ય એટલા બારીક સમારી લો. હવે તેમાં દહી ઉમેરીને રવઈ (whisk) વડે ફીણી એકરસ બનાવો. ધ્યાન રહે ફિણવાનો આશય માત્ર બંનેને સરખા ભેળવવાનો જ છે, વધુ ચિકણું ના થાય તે ખાસ ખ્યાલ રાખવો. હવે તેમાં ખાંડ,નામક,બારીક સમરેલા અને ધાણાભાજી(કોથમીર) ઉમેરી લો. સાથે રાયના કુરિયા અને મરીનો ભૂકકો ઉપરથી છાંટી ને થોડું હલાવીને એકરસ કરવું. આ તૈયાર દહીકેળાને fridge માં રાખીને ઠંડું થવા દેવું. જમવા સમય કાઢીને રોટઌ સાથે આરોગવાનું. પણ આ બને ત્યાં સુધી તાજું જ ઉપયોગમાં લઈ શકીએ તેવો આગ્રહ રાખવો.

સેવનથી થતા ફાયદા: (૧) દહી અને કેળાંમાં કેલ્શિયમ ભરપૂર માત્રમાં હોવાથી હાડકાં મજબૂત બને છે. (૨) વાનગીમાં ખાટો(દહી), મીઠો(કેળાં અને ખાંડ), ખારો(નામક), તીખો(મરચા અને મરી), તેમજ કોથમીર અને કુરિયાનો અલગ સ્વાદ એમ બધા જ સ્વાદ અહી એકત્ર થયા હોવાથી સુરુચિકર બને છે જેથી જમવામાં રુચિ ઉત્પન્ન કરીને ભૂખ જગાડે છે.જેથી બે રોટલી વધુ જમી શકાય છે. (૩) બનાવવામાં સરળ અને સ્વાદમાં લિજ્જતદાર નાના મોટા સૌને આકર્ષે છે અને સૌને શારીરિક ઉર્જા પ્રદાન કરે છે. (૪) જઠરાગ્નિ ને પ્રદીપ્ત કરી ભોજન પ્રત્યેની અરૂચિ દૂર કરી ભૂખ લગાડીને ઉનાળામાં ગરમી સામે ટકી રહેવા ઉર્જા પ્રદાન કરે છે.

મિત્રો આ વાનગી દરેક ઘરમાં બપોરના સમયે બનાવીને ઘરના દરેક સભ્યએ આરોગવી જોઈએ.કઠિયાવાદના લગભગ ઘરે નિયમિત બનતી વાનગી છે.બજારના ભેળસેળ્યા શિખંડ અને રસને બદલે આ આરોગવાનો આગ્રહ રાખવો.સ્વસ્થ રહો મસ્ત રહો.

લેખક : સાધના પ્રજાપતિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here