સ્પે. મસાલેદાર ચાટ પૂરી

zarukho

આજે હું તમને સ્વાદીસ્ટ ચાટપૂરી ઘરે કેવી રીતે બનાવી શકાય એની રેસીપી બતાવું છુ. બજારમાં મળતી ચીજો માં ઘણીવાર વપરાતી વસ્તુઓ હલકી ગુણવત્તા વાળી હોય છે. એનું કારણ એમને નફા નું ધોરણ જળવાઇ રહે એ ધ્યાન રાખવાનું હોય છે, અને ઘણીવાર એ લોકો જ્યાં આ વાનગીઓ બનાવે છે એ જગ્યા પણ ગંદીકી વાળી હોય છે. એવું આપણે આજકાલ સોસીયલ મીડિયા માં ફરતા વિડીઓ માં જોઈએ છીએ, એટલે આવી ચીજો ખાઈ ને આપણે બીમાર પડતા હોઈએ છીએ.

કેટલીકવાર નાસ્તા ની કીમત ની સામે બીમારી નો ખર્ચ અનેક ગણો વધારે થઇ જય છે. આપણે બજારમાં મળતી વાનગીઓ ખાવાના શોખીન એટલા માટે હોઈએ છીએ, કારણકે આપણને એનો ટેસ્ટ ગમતો હોય છે. એવા ટેસ્ટ વાળી વાનગીઓ આપણે ઘરે નથી બનાવી શકતા, માટે આપણે બજાર ની ચીજો ખાવાનું મન થાય છે. હવે જો એવી ટેસ્ટી વસ્તુઓ આપણે ઘરેજ બનાવીએ તો પૈસા ની બચત થાય અને બીમાર પડવાની શક્યતા બિલકુલ ન રહે. તો આવો જોઈએ ચાટ પૂરી બનાવવાની રીત.

સામગ્રી. સપાટ કડક પૂરી, બટેટા, ડુંગળી, બીટ, લીલી ચટણી, ખજૂરની ચટણી, ચાટમસાલો, દહી, ઝીણી સેવ.

બનાવવાની ની રીત. (૧) પૂરી – ઘણા ગૃહઉદ્યોગ વાળા ચાટપુરી બનાવે છે, જે આપણને કરિયાણાની દુકાનોમાં આસાનીથી મળી રહે છે, એટલે ઘરે બનાવવાની જરૂર રહેતી નથી. (૨) બાફેલા બટેટા ના ઝીણા ટુકડા – બટેટા ના ઝીણા ટુકડા કરી એણે ઉકળતા પાણીમાં બોઈલ કરો અને થોડા કડક રહે એવા બફાઈ જાય પછી એને ઉતારી લો, બટેટા અંદર લાલ મરચું અને મીઠું નાંખી હાથ વડે હલાવી નાખો. (૩) ઝીણી ડુંગળી – ડુંગળી ને ઝીણી સમારીને બાઉલમાં ભરી લો. (૪) બીટ – બીટ ને છોલી તેને નાની છીણી ઉપર છીણી છીણને બનાવી બાઉલ માં ભરી લેવી. (૫) ખજૂરની ચટણી – આ ચટણી બનાવવા માટે ખજૂર ના ઠળિયા કાઢી કુકર માં એક સીટી વાગે ત્યાં સુધી બાફી નાખો, પછી એમાં આબોડીયા (કાચી કેરી ના સુકવેલા ટુકડા) અથવા આમચુર્ણ, લાલ મરચું અને મીઠી જરૂર પુરતું નાખી ને મિક્ષરમાં માં ક્ર્ર્શ કરી નાખો. તમારી ખજુર ની ચટણી તૈયાર થઇ ગઈ. જેને બાઉલ માં ભરી લો. જો ચટણી વાપરતા વધે તો એને ફ્રીઝ માં ફ્ર્રોઝન કરી શકાય અને જયારે જરૂર હોય ત્યારે ઉપયોગ કરી શકાય. (૬) લીલી ચટણી – આ ચટણી બનાવવા માટે મિક્ષરમાં માં લીલા મરચાં, કોથમીર, મીઠું અને જરૂરી પાણી નાખી ક્ર્ર્શ કરી નાખો અને તૈયાર કરેલી ચટણીને બાઉલમાં ભરી લો.

zarukho

ચાલો તો હવે જોઈએ ચાટપૂરી ની ડીશ તૈયાર કરવાની રીત. સૌપ્રથમ ડીશ માં પૂરીઓ ગોઠવી દો, પછી એની ઉપર થોડા બાફેલા બટેટા મુકો, પછી થોડા ઝીણા ડુંગળી ના ટુકડા મુકો, પછી થોડી છીણેલા બીટ નાખો, પછી લીલી ચટણી, ખજુર ની ચટણી, દહીં, ચાટ મશાલો, સ્વાદ અનુસાર નાખો, હવે ઝીણી સેવ તમને ગમે એ પ્રમાણે ભભરાવી દો, ઉપર કાપેલી કોથમીર નાખો. હવે તમારી આ સ્વાદીસ્ટ ચાટપુરી ની ડીશ તૈયાર થઇ ગઈ. આ ડીશ સાથે મનગમતું પીણું પીવાનું ગમતું હોય તો લઇ શકાય. મિત્રો તમને મારો આ આર્ટીકલ ગમ્યો હોય તો આગળ તમારા મિત્રોમાં શેર કરજો.

લેખક : નિશા જે. પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here