ભાગ્ય અને કર્મ એમાં મહત્વનું શું?

zrukho

આ મુદ્દાની રજૂઆત કરતા પહેલા ભાગ્ય એટલે શું અને કર્મ એટલે શું? એ જાણવું ખૂબ જરૂરી છે. સૌ પ્રથમ આપણે કર્મની વાત કરીશું. આપણે આમ સાદી અને સરળ ભાષામાં કર્મ વિશે જાણીએ કે સમજીએ તો કર્મ એટલે ક્રિયા. માણસ સવારે ઉઠતાની સાથે થી લઈને રાત્રે સુવે ત્યાં સુધી જે પણ કાર્ય કરે છે તે કર્મ જ કહેવાય. શારીરિક અને માનસિક બંને ક્રિયાને કર્મ કહી શકાય. કર્મના ત્રણ પ્રકાર છે.1- ક્રિયામાણ કર્મ 2- સંચિત કર્મ 3- પ્રારબ્ધ કર્મ

ક્રિયમાણ કર્મ એટલે એવું કર્મ કે જે આપણે સવારે ઉઠ્યા થી લઈને રાત્રે સુવા સુધી જે પણ ક્રિયા કરીએ છીએ તે. ક્રિયામાણ કર્મ ફળ આપે જ છૂટકો. જેમ કે વ્યક્તિને તરસ લાગી છે તો જ્યાં સુધી તે પાણી ન પીવે ત્યાં સુધી તેની તરસ ના છિપાય.

સંચિત કર્મ એ એવું કર્મ કે જેનું ફળ પાકતા વાગે. તે ફળ આપે ચોક્કસ પરંતુ ફળ આપવામાં સમય લાગે ખરો. જેમકે તમે પરીક્ષા આપી દીધી પરંતુ તેનું રિઝલ્ટ આવતા વાર લાગે પરંતુ રીઝલ્ટ આવે ચોક્કસ. તેમ કર્મનું ફળ મળે પણ ફળ મળતાં વાર જરૂર લાગે.

પ્રારબ્ધ કર્મ એટલે સંચિત કર્મ ફળ આપવાને તૈયાર થાય તેને પ્રારબ્ધ કર્મ કહે છે. પ્રારબ્ધ કર્મ ભોગવ્યા સિવાય દેહને છુટકો જ ન થાય. જેમકે કોઇ ઘરડી વ્યક્તિને દસ વર્ષ અગાઉ લકવો થયો હોય. તે વ્યક્તિ દસ વર્ષ સુધી ખાટલામાં પડી પડી ગંધાય. અને છે તારી ને રોજ ભગવાન પાસે માંગે હે ભગવાન મને લઈ લે. ત્યારે ભગવાન પણ હસીને કહે છે કે કર્મ કરતાં પહેલાં વિચાર કર્યો તો? આ કર્મનું ફળ અહીંયા ભોગવ્યે જ છૂટકો. જ્યાં સુધી એ વ્યક્તિની સજા પૂરી ન થાય ત્યાં સુધી ભગવાન પણ કશું ન કરી શકે. “હસી હસી ને કરેલા પાપ રોઈ રોઈ ને ભોગવવા પડે છે”

ભાગ્ય અને કર્મ ને એક ગાઢ સંબંધ છે. તમારું કર્મ સારું હશે તો જ ભાગ્ય સાથ આપશે. અને કર્મ ખરાબ છે તો ભાગ્ય પણ સાથ નહીં આપે. ઘણી વ્યક્તિઓને આપણે સમાજમાં જોઈએ છીએ કે કઈ જ કર્મ ન કરે છતાય સુખી હોય. તો એ તેમના પૂર્વ કર્મોનો હિસાબ ભગવાન આપે છે. તેથી તે સુખી છે. પરંતુ તે જ વ્યક્તિ જો તેના સુખી સમયમાં સારા કર્મો ન કરે તો તે પાછળથી દુઃખી જરૂર થાય છે. આ બધો કર્મોનો હિસાબ છે.

અને વળી વ્યક્તિઓ તે એવી પણ હોય છે કે સારું થાય તો પોતા ઉપર અને ખરાબ થાય ની માથે દોષનો ટોપલો નાખી દેવાનો. કર્મ અને ભાગ્ય બંને જ્યારે સાથ આપે ત્યારે જીવનનો આખો નજારો જ બદલાઈ જાય છે. પણ તેના માટે પુરુષાર્થ, સારા કર્મો, સારા વિચારો, સારી સંગત આ બધું પાયામાં છે. દરેક વ્યક્તિએ સારા કર્મની કર્યાની સાથે ભાગ્ય ઉપર પણ ભરોસો રાખવો જોઈએ. આ બંને મહત્વના છે.

ગીતામાં કહ્યું છે કે….. કર્મ વિના કાંઈ મળતું નથી, અને કર્મ વિનાનું લેવાની ઈચ્છા રાખવી નહીં. કરેલું ક્યાંય ફોગટ જતું નથી, હતાશ થવું નહીં. કામ કરતા વિશ્વાસ ગુમાવશો નહિ.

શ્રુતિ ઠક્કર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here