ભાગ્ય અને કર્મ…..

zrukho

ભાગ્ય અને કર્મ જાણે એક સીક્કા ની બે બાજુ. ફક્ત ભાગ્ય ના સહારે બેસીને ફળ કે સફળતા ની આશા રાખવી અથવા અંધાધૂંધ કર્મ કર્યા રાખવો એ મૂર્ખામી જ છે. જો સફળતા મેળવવી હોય તો  કર્મ અને ભાગ્ય બંને ને સાથે લઈ ને ચાલવુજ રહયું.

નતાશાને ભાગ્ય પર બહુજ ભરોસો.એ એવુ વિચારે કે જે પણ થાય છે કે થશે એ બધુંજ  ભાગ્ય મા લખાયેલ જ છે. એટલા માટે ક્યારે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત ના કરવી કેમકે તમારા નસીબમાં નહીં હોય તો મહેનત કર્યા પછી પણ એ વસ્તુ નથી જ મળવાની. જેમ કે કોઈ રેસમાં પ્રથમ નંબર મળવાનું છે એવું તમારા ભાગ્યમાં હોય તો તમે ધીમા દોડશો તો પણ તમારો પ્રથમ નંબર જ આવશે.

બીજી એની બેન છે નતાલી એને ભાગ્ય  પર જરાય ભરોસો નથી. એનું માનવું છે કે ભાગ્ય નામની કોઈ વસ્તુ જ નથી. મનુષ્ય એ કંઈપણ પ્રાપ્ત કરવું હોય તો કર્મ જ કરવું પડે. જેમકે જો કોઈ રેસ માં પ્રથમ નંબર લાવવો હોય તો સૌથી આગળ જ રહેવું પડે બીજા કરતાં વધુ ઝડપથી દોડવું પડે એમાં ભાગ્યની તો કંઈ વાત જ નથી.

આ બંને બહેનોની વાત ઉપરથી શું લાગે છે તમને મિત્રો? શું ભાગ્ય અથવા કર્મ ઉપર જ ભરોસો રાખવો એ યોગ્ય છે? મેં પહેલા જ કીધું એમ ભાગ્ય અને કર્મ પરસ્પર જોડાયેલા છે સફળતા પ્રાપ્ત કરવા માટે ભાગ્ય અને કર્મ બંનેનો સરખો ફાળો હોય છે.

અહીં વાત યાદ આવે છે રાઇટ બ્રધર્સની. અત્યારે આપણે સહેજ ઉપર નજર કરીએ તો દૂર ક્યાંકને ક્યાંક તો એકાદ-બે વિમાન ઉડતા નજરે પડશે જ. કોઇપણ સ્થાનિક કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જઈને ઉભા રહો. પ્રત્યેક મિનિટે વિમાન ઉપડતું અને ઉતરતું દેખાશે.

પણ એક સમય હતો જ્યારે આ રાઇટ બ્રધર્સ પોતાના સાઇકલના નાનકડા ધંધામાંથી મળતા પૈસા એકઠા કરીને વિમાનની શોધ પાછળ અવિરત મહેનત કરતાં હતા. તેમના આ પ્રયાસો કે પ્રયોગોની છાપાવાળા, તેમની આસપાસના લોકો તો ખરા જ પણ વૈજ્ઞાનિકો સુદ્ધા હાંસી ઉડાડતા હતા. વૈજ્ઞાનિકો પણ માનતા કે આ વ્યર્થ, અર્થહીન આયાસો છે કારણકે હવાથી વધુ વજન ધરાવતી કોઇ ચીજ ક્યારેય ઉડી જ ન શકે. અનેક વાર તેમની નિષ્ફળતાની વાતો છપાઇ અને કહેવાતું કે માનવી જો ઊડી જ શકતો હોત તો ઇશ્વરે જ આપણને પાંખો ના આપી હોત?

જ્યારે સમગ્ર વિશ્વ તેમની વિરૂદ્ધમાં હતું ત્યારે પણ તેમણે કર્મ કરવાનું ન છોડ્યું અને એક દિવસ ભાગ્ય બેંકના લોકરની ચાવી ઇશ્વર નામના મેનેજરે કામે લગાડી. રાઇટ બ્રધર્સના કર્મ અને ભાગ્યનો સુભગ સમન્વય થયો. રાઇટ બ્રધર્સ તો માત્ર એક જ દ્રષ્ટાંત છે. જરા જોઇશું તો આવા કેટલાય કર્મ અને ભાગ્યની સંયુક્ત ચાવીઓથી ભાગ્યોદય થયો હોય એવા દ્રષ્ટાંત જોવા મળશે.

સોશિયલ મીડિયા પર આ ના લગતો એક મેસેજ જોયેલો. “કે ભક્ત પૂછે છે ભગવાનને જો મારા નસીબમાં જ નથી તો પ્રાર્થના શું કામ કરું? ત્યારે ભગવાન કહે છે પ્રાર્થના કરી દે કદાચ નસીબમાં એમ લખ્યું હોય કે પ્રાર્થના કરવાથી જ મળશે” બસ મિત્રો આવું જ હોય છે. ભાગ્યમાં સફળતા હોય  તો  સાવ ભાગ્યના સહારે બેસી પણ ના રહેવાય અને અને જો સફળતા ભાગ્યમાં નથી તો તમે ગર્દભ ની જેમ મજૂરી કરશો તો પણ નહી મળે. ભાગ્ય અને કર્મને સાથે  રાખશો તો  સફળતા તમારીજ છે.

ધરતી દવે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here