બરીઠો….. (મેક્સિકન વાનગી) આજે જ બવવો મેક્સિકન આઈટમ તમારા ઘરે.

zarukho

આજના સમયમાં આપણા દેશમાં ઘણીબધી બીજા દેશોની વાનગીઓ પીરસતી રેસ્ટોરન્ટ આવી ગઈ છે જેવી કે સબવે, પિત્ઝા, બર્ગર એવી તો ઘણી બધીય વાનગીઓની રેસ્ટોરન્ટ ચાલુ થઇ છે. મોટાભાગની રેસ્ટોરન્ટ મોટા શહેરોમાં હોવાથી એનો સ્વાદ લેવા માટે જયારે તમે શહેરની મુલાકાતે હોવ ત્યારે શક્ય બને. બીજીવાત એ પણ છે કે આ આઈટમો નો ભાવ પણ સામાન્ય માનવીને પોષાય એવો નથી હોતો. આવી આઈટમ ખાવાનો આજકાલ બધાયને ખુબજ શોખ હોય છે. તો આવો જોઈએ બરીઠો તમે ઘેર કેવીરીતે બનાવી શકો અને એનો આનંદ લઇ શકો.

બરીઠો બનાવવા માટેની સામગ્રી….. ટોર્ટીલા, સાલસા સૌસ, ચોખા, રાજમા, લાલ મરચું, મીઠું, તાકો સેઅસનીગ અથવા ધાણાં જીરુ, તેલ, ચીઝ, ટામેટા, ખાંડ,

બરીઠો બનાવવાની રીત…..
રાજમા….. રાજમાને ૫ થઈ ૬ કલાક પાણીમાં પલાળી રાખો. પછી કુકરમાં ૪ થી ૫ સિટી વગાડી બાફી દેવા બાફવામાં સ્વાદ અનુસાર મિઠું નાખવું. બાફેલા રાજમાને મિકસુચરમાં ક્રશ કરી તેની પેસ્ટ બનાવવી. પછી એક કાઢઇમાં તેલ મૂકવું. તેમાં થોડું જીરૂ નાખવુ. પછી તેમાં રાજમાં ની પેસ્ટ નાખવી, જરૂર મુજબ લાલ મારુચુ નાખવું, તકો સેસનીગ નાખવું, જરૂર મુજબ મીઠું નાખવું, નોધ – રાજમા માં બાફવામાં મીઠું નાખેલું હોવાથી ટેસ્ટ કરી ને જરૂર પુરતું મીઠું નાખવું.

ભાત….. સૌપ્રથમ ચોખા ધોઈ પાણી નિતારી લેવું, એક તપેલીમાં સાધારણ તેલ લેવું અને ગરમ કરવું, પછી તેમાં ચોખા નાખવા, જ્યાં સુધી ચોખા આછા રતાશ (લાલાશ) પડતાન થાય ત્યાં સુધી શેકવા. પછી તેમાં સાલસા સૌસ નાખવો, પછી એમાં જુરૂર મુજબ પાણી ઉમેરવું, પછી તેમાં જરૂર પુરતું મીઠું, લાલ મરચું નાખી ચોખાને ચઢવા દેવા.

ટામેટા સોસ….. સૌપ્રથમ ટામેટા બાફી લો, બાફેલા ટામેટા ને મિક્સચરમાં ક્રશ કરો, પછી એક તપેલીમાં થોડું તેલ ગરમ કરી તેમાં ક્રશ કરેલા ટામેટા નાખવા, તેમાં જરૂરી માત્રામાં મીઠું, લાલ મરચું અને ખાંડ નાખવી, આ મિશ્રણને બોઇલ થાય ત્યાં સુધી ગરમ કરવું.

બરીઠો તૈયાર કરવાની રીત…..

zarukho

સૌપ્રથમ એક ડીશ મા ટોર્ટીલા ને ખુલો મુકવાનો, પછી ટોર્ટીલા પર રાજમાની પેસ્ટ લગાવવી.

zarukhoરાજમાની પેસ્ટ પર રાઈસ મુકવા, પછી તેની પર ટામેટા નો સોસ મુકવો.

zarukho
પછી તેની પર છીણેલી ચીઝ મુકવી.

zarukhoપછી ટોર્ટીલા ને ફોટામાં બતાવ્યા પ્રમાણે ફોલ્ડ કરી લેવો.

zarukhoપછી ફોલ્ડ કરેલા ટોર્ટીલા ને તવી પર થોડુક તેલ નાખીને ધીમી આંચે શેકવો

zarukho
જમતી વખતે સાવરક્રિમ (મોળું દહીં) અને ટામેટાના સોસ સાથે લિજ્જત માણવી.

લેખક : બીરલ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here