અનોખો સંબંધ, સાસુ અને વહુનો…..

સાસુ અને વહુ. એક ઘરના બે મુખ્ય પાત્ર. જેના પર ઘર ના તમામ પરિવર્તન નો આધાર છે. આ બંને વચ્ચે જો તાલમેલ સરખો બેસી જાય તો ઘર ઘરમાંથી સ્વર્ગ બની જાય છે. ક્યારેક સાસુને મા બનવું પડે તો ક્યારેક વહુ એ પણ દિકરી બનવું પડે. આ સંબંધ પરસ્પર નો છે. આપણા સમાજની દ્રષ્ટિ બહુ અલગ છે. દીકરી માટે ની દ્રષ્ટિ અલગ અને વહુ માટેની દ્રષ્ટિ અલગ અલગ.

સીતાબેન ને એક દીકરો અને એક દીકરી હતી. દીકરા નું નામ ગોપાલ હતું ગોપાલ ને ૨૪ વર્ષ થવા આવ્યા હતા. ગોપાલ માટે છોકરી શોધવાનું શરૂ કર્યું. સમય જતાં આસ્થા સાથે તેનું સગપણ નક્કી કર્યું. આસ્થા સ્વભાવે ખૂબ શાંત હતી. સગાઈ બાદ આસ્થાને તહેવાર માટે સાસરીમાં રહેવા બોલાઈ. આસ્થા બે દિવસ માટે સાસરીમાં આવી. નવું ઘર નવો પરિવાર આ બધા વચ્ચે આસ્થા ખૂબ મૂંઝાતી હતી.

એક દિવસ જતાં જ બીજે દિવસે આસ્થાએ રસોઈના ટાઇમે સાસુને કહ્યું હું જમવાનું બનાવું? સાસુએ કહ્યું હા બનાય આસ્થા જમવાનું બનાવવા લાગે છે. જમવા બેસતી વખતે બધા જ તેની પ્રશંસા કરે છે ત્યારે સીતાબેન ને મનમાં ગમતું નથી. આ વાત આસ્થા અનુભવે છે

થોડાક સમય બાદ આસ્થા અને ગોપાલ ના લગ્ન લેવાય છે બંને પરિવાર માં ખૂબ જ આનંદ છવાઈ જાય છે. લગ્ન બાદ આસ્થા ગોપાલ ના પરિવારને અપનાવવા માટે પૂરતી કોશિશ કરે છે પણ તેની દરેક કોશિશ પર પાણી ફેરવવા માટે સીતાબેન તો હોય જ છે તે આસ્થાને સમજવાનો કે સમજાવવાનો પ્રયત્ન કરતાં જ નથી. તે બસ એવું ઇચ્છતા હોય છે કે મારા કરતા આસ્થા હોશિયાર ન હોવી જોઈએ.

સમય જતાં  આસ્થા હતાશ થઈ જાય છે. તે ગોપાલ ને આ બધી વાત જણાવે છે ગોપાલ તેની માને સમજાવે છે પરંતુ સીતાબેન કહે છે કે આસ્થા ના આયા પછી તું બદલાઈ ગયો છે. એટલે ગોપાલ પણ સીતા. બહેનને કશું કહેતો નહીં. સમય જતાં આ સંબંધનો પરિણામ ખૂબ ખરાબ આયુ. સીતા બેને દીકરા અને વહુ ને અલગ કરી દીધા તેમને કહી દીધું કે તમે આ ઘરમાંથી ચાલ્યા જાવ આસ્થા અને ગોપાલ કશું પણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા અને બીજે ઠેકાણે તેમનું જીવન શરૂ કર્યું.

આમને આમ થોડા વર્ષો વીતતા ગયા સીતા બહેનની ઉંમર થવા લાગી ઉંમરના કારણે તેમના શરીર વિવિધ રોગોથી પીડાવા લાગ્યા. તેમને મનમાં ઘણો થતું કે મેં આસ્થા અને ગોપાલ ને અલગ મોકલીને બહુ ભૂલ કરી છે. એક વખત સીતાબેન ખૂબ બીમાર પડયા આ વાતની જાણ આ સ્થાને થઈ. ગોપાલ ધંધાના કામથી બહાર ગયો હતો. આસ્થા કશું પણ વિચાર્યા વિના દવાખાને પહોંચી ગઈ. અને સાસુ ની સેવા કરવા લાગી. સીતાબેન ભાનમાં ન હતા.

બે દિવસ પછી જ્યારે સીતાબેન ભાનમાં આવે છે ત્યારે પોતાની નજર સમક્ષ આસ્થાને જોઈને દુઃખ અનુભવે છે કે આ  એ જ દીકરી છે જેને મેં તરછોડી હતી. પરંતુ આસ્થા મનમાં કશો પણ ભાવ લાયા વિના સીતાબેન ની સેવા કરે છે ત્યારે સીતાબેન તેને ભેટીને તેની માફી માંગે છે અને કહે છે કે હવે આ ઘરને તું સંભાળજે. થોડા સમય બાદ સીતાબેન વહુની સેવાથી ફરી પાછા સાજા થઇ જાય છે. અને ઘરમાં આનંદ ઉલ્લાસ છવાઈ જાય છે.

હવે ઘરમાંથી અવાજ તો આવતો પરંતુ કંકાશ નો નહીં પણ હાસ્ય નો. એક સ્ત્રી જે ચાહે તે કરી શકે છે પણ તેનો રસ્તો પ્રેમનો હોવો જોઈએ. પારકાને પોતાના કરી શકાય પરંતુ પરાણે નહી પરંતુ પ્રેમથી. સાસુ-વહુના સંબંધોમાં મીઠાશ બન્ને થકી જ આવી  શકે.

શ્રુતિ ઠક્કર

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here