અખૂટ પ્રેમ (ભાગ-૩)

zarukho

“ક્યાં ખોવાઈ ગઈ?” રાહુલ એ કહ્યું. “ક્યાંય નહીં. તું મને એમ જણાવ કે કયા એકસિડેન્ટ કરી ને આવ્યો તું? આ પગ કઇ રીતે ભાગી ગયો તારો..?” સ્નેહા એ ચિંતામાં કહ્યું. “અરે શુ કહું યાર. રસ્તામાં ગાય હતી. અને બીજી બાજુથી બસ આવતી હતી. તો ગાયને બચાવામાં હું અથડાઈ ગયો. અને આ પગ ભાગી ગયો…!” રાહુલ એ હસતા કહ્યું. સ્નેહાનો ફોન વાગ્યો.. “કેટલી વાર તારે એક દર્દીમાં ..? અમે અહીં ક્યારના તારી રાહ જોઈએ છીએ. જલ્દી આવ. ” મેઘા એ કહ્યું. “હા આવી. બે મિનિટ. ” “રાહુલ હું જાઉં. તું આરામ કર. હું સાંજે આવું તને મળવા.” કહીને સ્નેહા કેન્ટીનમાં ગઈ. કેન્ટીનમાં રાજ અને મેઘા ચા પી રહ્યા હતા. પણ સ્નેહાનું મન ત્યાં નહોતું. એ હજુ પણ રાહુલમાં જ પરોવાયેલી હતી. ” ક્યાં વિચારોમાં છો ડોક્ટર સ્નેહા તમે? “રાજે મજાકમાં સ્નેહાને કહ્યું. સ્નેહા એ બધી વાત રાજ અને મેઘાને કહી. બને ખૂબ ખુશ થઈ ગયા. “તો તું અહીં શુ કરે છે..? જા એની પાસે અને વાત કર .” મેઘા એ કહ્યું. “ના હું સાંજે જઈશ. ” કહી ને સ્નેહા એના રૂમ પર જતી રહી. એ બસ સાંજ થવાની રાહ જોઈ રહી હતી.

સાંજે એ રાહુલને મળવા ગઈ. એ બંને એ ખૂબ વાતો કરી. ફોન નમ્બર પણ આપ્યા. રાહુલના પપ્પાની બદલી પેહલા રાજકોટ થઈ હતી. પણ થોડા સમય પહેલા જ તેઓ વડોદરા રહેવા આવ્યા હતા. રાહુલ એન્જિનિયરિંગ કરી રહ્યો હતો. એને હોસ્પિટલ માંથી રજા મળી ગઈ હતી. પણ સ્નેહા અને રાહુલ એક બીજાને અવાર નવાર મળતા રહેતા. ગાર્ડન અથવા તો મૂવીના બહાને. સ્નેહાને લાગી રહ્યું હતું કે એને એનો ખોવાયેલો પ્રેમ પાછો મળી ગયો. મેઘા અને રાજે એને હિંમત આપી અને તૈયાર કરી પોતાના દિલની વાત રાહુલને કેહવા માટે. બીજા દિવસ સ્નેહા અને રાહુલ સ્નેહાના ઘરે મળ્યા. સ્નેહા એના રૂમમાં કંઈક લખી રહ્યી હતી. “શુ લખી રહ્યી છે? બતાવ મને..!” રાહુલ એ સ્નેહાના હાથ માંથી કાગળ ખેંચી લીધું. “કંઈ નહીં. તારા કામનું નથી. ” કહીને સ્નેહા કાગળ લેવા મથી રહી હતી. એના ચહેરા પર એક અલગ સ્મિત હતું. “તો આટલી ખુશ કેમ થાય છે?? બોલને હવે. મને મિત્ર માનતી હોય તો કહે. આ છોકરીઓના પણ બહુ નાટક હોય છે…! “રાહુલ એટલું કહી કાગળ વાંચવા લાગ્યો. વાંચતાની સાથે જ એના ચહેરાના ભાવ બદલાઈ ગયા. એને પરસેવો વળવા લાગ્યો. “સ્નેહા આ બધું શું છે યાર? ” પરસેવો લૂછતાં રાહુલ બોલ્યો. ” હું તને બહુ પેહલાથી પ્રેમ કરું છું. જ્યારે તું સાથે હતો ત્યારે ના સમજાયું. પણ જ્યારે તું જતો રહ્યો ત્યારે સમજાયું કે હું તને કેટલો પ્રેમ કરું છું. ” સ્નેહાએ શરમાતા કહ્યું. ” જો સ્નેહા હું તને માત્ર મારી એક સારી મિત્ર માનું છું. એથી વિશેષ બીજું કંઈ જ હું તારા માટે વિચારતો નથી. ” રાહુલ એ સ્પષ્ટ કહી દીધું. સ્નેહા ના આંખ માંથી આંસુ નીકળવા લાગ્યા. ” હું તને ખોટું નથી કેહવા માંગતો. પણ મેં મારા માતા પિતા ને વચન આપ્યું છે કે તેઓ જ્યાં કહેશે હું ત્યાં જ લગ્ન કરીશ. મારા પિતાના એક મિત્રની છોકરી સાથે મારા લગ્ન નક્કી જ છે. મેં એ છોકરી ને જોઈ નથી. પણ હું પિતાની વાત ટાળીના જ શકું. તું બની શકે એટલું જલ્દી મને ભૂલી જા તો સારું. ” રાહુલ એટલું કહી ને ઘરે જતો રહ્યો.

સ્નેહાને તો એના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એના માનવામાં જ નહોતું આવી રહ્યું કે જિંદગી આવી રમત રમી શકે. અને એ પોતાના આંસુ છુપાવીને રૂમ પર આવી ગઈ. આવીને એને બધી વાત મેઘાને કહી. એ દિવસ સ્નેહા ખૂબ રડી. સ્નેહાએ એનો ફોન , અને બધા જ સોસિયલ મીડિયા સાથેના એકાઉન્ટ બંધ કરી દીધા. સ્નેહા ખૂબ દુઃખી રહેવા લાગી. એનું ક્યાંય મન નહોતું લાગતું. એના મમ્મી પપ્પા પણ ચિંતામાં આવી ગયા. એમને સ્નેહાને બહાર ફરવા જવાની સલાહ આપી. પણ બધું જ વ્યર્થ. “તો શું કરવાનું હવે? ક્યાં સુધી એની રાહ જોઇશ.? અને રાહ તો એની જોવાય જે પાછું આવાનું હોય. રાહુલ તો તને પ્રેમ જ નથી કરતો. ” મેઘા એ સ્નેહા ને સમજાવતા કહ્યું.પણ સ્નેહા કઇ સાંભળવા જ તૈયાર નહોતી. એને ખાવા પીવાનું પણ બંધ કરી દીધું. એ આખો દિવસ રડ્યા કરતી. રાહુલને પણ સ્નેહાની ચિંતા થતી. પણ એ જવાબદારીઓ નીચે દબાઈ ગયો હતો. અને પોતાના દિલ ને મજબૂત કરી ને કામ માં લાગી જતો.

ભૂખ્યા રહેવાના કારણે સ્નેહાની તબિયત બગડી ગઈ. એને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી. રિપોર્ટ કરાવતા ખબર પડી કે સ્નેહાને કેન્સર છે. એ પણ છેલ્લા સ્ટેજનું. આ વાત જાણી બધા ખૂબ જ દુઃખી થયા. પણ સ્નેહા દુઃખી નહોતી.. “તને કેમ દુઃખ નથી થતું? ” મેઘા એ સ્નેહા ને પૂછ્યું. ” હું આમ પણ રાહુલ વગર મરી જ રહી હતી. એના પ્રેમ વગર અધૂરી જ હતી. સારુંને જીવ જાય તો હું આ અધૂરા પ્રેમ માંથી બહાર નીકળી શકું. ” સ્નેહા એ હસતા કહ્યું. રાહુલ પણ સ્નેહાને પ્રેમ કરતો હતો. પણ કહી નહોતો શકતો. એને જ્યારે આ વાત જાણી ત્યારે એ પોતાની જાત ને રોકી ના શક્યો. અને હોસ્પિટલમાં આવી પહોંચ્યો.
“સ્નેહા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તને જોયા છતાં પણ તારા થઈ અજાણ રહ્યો છું. હું પણ તને ખોવા નથી માંગતો. પણ હું પિતા સામે બોલવા નહોતો ઈચ્છતો. મને માફ કરી દે.” રાહુલ એ સ્નેહાનો હાથ પકડીને આંખો મિલાવી ને કહ્યું. “હા. મને ખબર જ હતી. હું પણ આટલા વર્ષોથી બસ આ જ સાંભળવા તરસી રહી હતી રાહુલ. તે આજે આટલું કહીને મને પુરી કરી દીધી. હું અત્યાર સુધી અધૂરી હતી. પર પ્રેમને પામી હું સંપૂર્ણ થઈ ગઈ. હોવી હું ખુશીથી તને છોડી શકીશ. ” કહીને રડતા રડતા સ્નેહા રાહુલને ભેટી પડી…. ! “ના સ્નેહા. તું મારી છે. હું તને ક્યાંય નહીં જવા દઉં. તને કંઈ નહીં થાય. હિંમત રાખજે. હું છું તારી સાથે.” સ્નેહાને બાથમાં લઈને રાહુલ બોલ્યો. પણ સામે સ્નેહાનો કોઈ જવાબ જ ન આવ્યો. “સ્નેહા.. સ્નેહા..” રાહુલ એ સ્નેહા સામે જોયું. એને જગાડવાની કોશિશ કરી. પણ સ્નેહા ના જ ઉઠી. સ્નેહા એ જીવ ત્યાગી દીધો હતો. પણ એનો પ્રેમ હવે અધુરો ક્યાં રહ્યો હતો.. એને તો પામી લીધો હતો જીવનભર નો અખૂટ પ્રેમ. ક્યારેક કોઈક ને પ્રેમ કરવા માટે આખી જિંદગી જતી રહે છે… અને ક્યારેક એક મિનિટમાં પણ લોકો જીવનભરનો પ્રેમ આપી દેતા હોય છે.  (સમાપ્ત)

લેખક : માનસી વાઘેલા

1 COMMENT

  1. it’s true love is love aema scrifices pan hoy 6 ketli var aapde juttu bolvu j pade 6 i agreey with rahul ty so much manshi mam i love your story and this story are connected with my life :)……….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here