About

“કવિ” ના હુલામણા નામ થી સ્કુલ સમય ના મિત્રો માં ઓળખાતું એક નામ એટલે કે હું મહેશ પટેલ. આજના સમય માં પૂરી દુનિયા ટેકનોલોજી ના કારણે દુનિયા જે ઘણી દુર દુર વસેલી હતી અને ઘણી મોટી હતી એને ફેસબુક રૂપી સોસીયલ મીડિયા એ ઘણી નજીક અને નાની કરી નાખી છે એ માટે ફેસબુક ના જન્મદાતા એવા “ શ્રી માર્ક ઝુકરબર્ગ” ને અભિનંદન આપીએ એટલા ઓછા છે.

મને પહેલા એમ થતું કે નવસર્જન કરેલા સાહિત્ય ને લોકો સુધી ઓછા ખર્ચે કેવીરીતે પહોચાડી શકીશું ? જો પહોચાડવું હોય તો પ્રિન્ટ મીડિયા વિના શક્ય નહોતું અને એ પણ ખર્ચાળ હતું. ખર્ચ કરવા છતા બહુ માર્યાદિત લોકો સુધી પહોચી શકાતું એને જે આજે સાવ મફત માં ફેસબુક દ્વારા દુનિયા ના ખૂણે ખૂણે વસેલ સાહિત્ય ના રસિક ગુજરાતીઓ માં આસાની થી પહોચી શકાય છે. અમારો સંકલ્પ નવા નવા પ્રતિભાશાળી યુવાન અને યુવતીઓ ને એમના ટેલેન્ટ ને ફેસબુક ના માધ્યમ દ્વારા લોકો સુધી પહોચાડવાનો છે એમાં આપ સહુ મિત્રો સહકાર આપશે એવી આશા છે.
ફરી એક વાર ફેસબુક ની ટીમ જે આ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવી રહી છે અને અમને માગદર્શન આપી ને પ્રોત્સાહિત કરી રહી છે એ માટે એના સ્થાપક અને ટીમ ને ખુબ ખુબ અભિનંદન. ભવિષ્યમાં પણ આપનો સહકાર મળતો રહે એવી આશા સહ.